બાબુ સોલંકી:- સુખસર
*ફતેપુરામાં મસ્જીદે આયેશાનું ઉદ્ઘાટન પંજાબના શાહી ઈમામ હઝરત મૌલાના મુહમ્મદ ઉસ્માન રહમાની લુધિયાનવી ઉપસ્થિત રહ્યા*
સુખસર,તા.29

ફતેપુરા ખાતે મસ્જીદે આયેશાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જેમાં પંજાબના શાહી ઈમામ હઝરત મૌલાના મુહમ્મદ ઉસ્માન રહમાની લુધિયાનવી સાહેબના વરદ હસ્તે આ મસ્જિદનું ઉદ્ઘાટન સંપન્ન કરવામાં આવ્યું હતું.પંજાબના શાહી ઇમામ ખુલ્લી કારમાં ઉદ્ઘાટન પ્રસંગમાં ભાગ લેવા માટે આવતા રસ્તામાં ઠેર ઠેર દરેક સમાજ દ્વારા પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ફતેપુરા સહિત આજુબાજુ ગામોના હજારોની સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત થયા હતા.ફતેપુરા મુસ્લિમ સમાજ દ્વારા સર્વ સમાજના લોકોનું સ્વાગત કરાયું હતું.કાર્યક્રમમાં ફતેપુરાના હિન્દુ સમાજ,આદિવાસી સમાજ અને દાઉદી વ્હોરા સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.