Wednesday, 15/10/2025
Dark Mode

*વિકાસ સપ્તાહ – દાહોદ* *વિકાસ સપ્તાહ અંતર્ગત દાહોદમાં ફતેપુરા તાલુકામાં સરસ્વાપૂર્વ ગામમાં આયોજિત આઉટરીચ ઓપીડીનાં માધ્યમથી આરોગ્ય સેવાઓનું આયોજન થયું*

October 14, 2025
        149
*વિકાસ સપ્તાહ – દાહોદ*  *વિકાસ સપ્તાહ અંતર્ગત દાહોદમાં ફતેપુરા તાલુકામાં સરસ્વાપૂર્વ ગામમાં આયોજિત આઉટરીચ ઓપીડીનાં માધ્યમથી આરોગ્ય સેવાઓનું આયોજન થયું*

બાબુ સોલંકી:- સુખસર

*વિકાસ સપ્તાહ – દાહોદ*

*વિકાસ સપ્તાહ અંતર્ગત દાહોદમાં ફતેપુરા તાલુકામાં સરસ્વાપૂર્વ ગામમાં આયોજિત આઉટરીચ ઓપીડીનાં માધ્યમથી આરોગ્ય સેવાઓનું આયોજન થયું*

*વિવિધ રોગોના 70 લાભાર્થીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો*

સુખસર,તા.14

 

 દાહોદ જિલ્લાના સુખસર તાલુકાના સરસ્વાપૂર્વ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં આવેલ સરસ્વાપૂર્વ ગામના મકવાણા ફળિયામાં વિકાસ સપ્તાહ અંતર્ગત મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ.ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ “આઉટરીચ ઓપીડી” નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

              આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દર્દીઓને તેમની જગ્યાએ જ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો રહ્યો હતો.એટલે કે આરોગ્ય કેન્દ્ર સુધી નહિ પરંતુ આરોગ્યસેવા ગામલોકો સુધી પહોંચાડવી. આ દરમ્યાન આઉટરીચ ઓપીડીમાં વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ આપવામાં આવી હતી.

         જેમ કે,પ્રાથમિક સારવાર, દર્દીની દવાઓ સહિત તપાસ, જરૂરીયાત મુજબ રેફરલ સુવિધા, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હિમોગ્લોબિન, સિકલ સેલ, મેલેરિયા અને ટીબી જેવી રોગોની નિદાન સંભવ તપાસ કરવામાં આવી હતી. આ સેવા અંતર્ગત લગભગ 70 લાભાર્થીઓએ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો. આ પ્રસંગે ગામના સરપંચશ્રી સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!