Wednesday, 30/10/2024
Dark Mode

ઝાલોદમાં મહિલા કાઉન્સિલરનો પરિવાર કોરોના પોઝિટિવ:પાંચ દિવસ બાદ યોજાનારી પાલિકાની ચૂંટણીમાં મતાધિકારને લઈને કોંગ્રેસમાં વિમાસણમાં:રાજકારણમાં મચ્યું ખળભળાટ

ઝાલોદમાં મહિલા કાઉન્સિલરનો પરિવાર કોરોના પોઝિટિવ:પાંચ દિવસ બાદ યોજાનારી પાલિકાની ચૂંટણીમાં મતાધિકારને લઈને કોંગ્રેસમાં વિમાસણમાં:રાજકારણમાં મચ્યું ખળભળાટ

હિરેન પંચાલ, ઝાલોદ 

ઝાલોદ માં પાલિકા મહિલા કાઉન્સિલર નો પરિવાર કોરોના પોઝિટિવ,આગામી ચૂંટણીમાં મતાધિકારને લઈને કોંગ્રેસમાં વિમાસણ

ઝાલોદ તા.19

ઝાલોદ નગરમાં આજ બુધવારના રોજ કોરોનાના ૬ જેટલા પોઝિટિવ કેસ આવ્યા જેમાંથી ચાર જેટલા કેસ ઝાલોદ નગર પાલિકાના સુધરાઈ સભ્યના પરિવારમાંથી જ આવ્યા છે.જ્યારે આગામી ૨૪ મીએ જ્યારે પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચુટણી છે. અને કોંગ્રેસ તથા ભાજપ આ ચટણીમાં સત્તા હાંસલ કરવા માટે એક એક સભ્યની ગણતરીમાં લાગેલા જોવા મળી રહ્યા છે. ત્યારે આજે આવેલા પોઝિટિવ કેસમાં નગર પાલિકાના મહિલા કાઉન્સિલર પણ પોઝિટિવ આવતા કોંગ્રેસના આ મહિલા કાઉન્સિલર નીતાબેન રાઠોડને મતાધિકાર મળી શકે તેમ હાલ લાગી રહ્યુ નથી.કારણ કે કોરોના પોઝિટિવ દર્દી ને ૧૪ દિવસ માટે કોરોન્ટિન કરવામાં આવતા હોય છે. અને પ્રમુખ ઉપપ્રમુખ ની ચુંટણી આગામી પાંચ દિવસમાં જ છે.ત્યારે આ મહિલા કાઉન્સિલર ને ચૂંટણી સ્થળે પ્રવેશ મળવાપાત્ર રહેતો નથી. અને આથી તેઓ નો મત માન્ય ગણવામાં આવે તેવું હાલ લાગી રહ્યું નથી. આ ચૂંટણી માં એક એક મત કીમતી છે ત્યારે કોંગ્રેસ ના કાઉન્સિલર ના મતાધિકાર અંગે હાલ કઈ પણ કળવું મુશ્કેલ છે. જેને પગલે ભાજપના ખેમાંમાં ખુશી તો કોંગ્રેસના ખેમાંમાં ચિંતાનું માહોલ સર્જાયું છે.ત્યારે આગામી ૨૪ મી આ અંગે શું નિર્ણય લેવાય તે હાલ જોવાનું રહ્યું.

error: Content is protected !!