
બાબુ સોલંકી:- સુખસર
*ફતેપુરાની વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજના વિદ્યાર્થીને શિક્ષક દ્વારા શારીરિક ઇજા કરાતાં શિક્ષકને તાત્કાલિક છૂટો કરાયો*
*ધોરણ આઠમાં ભણતા વિદ્યાર્થીએ લેસન નહીં કરતાં શિક્ષક દ્વારા થપ્પડો વડે તથા પેટ ઉપર ચીમટા ભરી ઇજાઓ પહોંચાડી હતી*
સુખસર,તા.26
ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે આવેલ ખાનગી સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતા બાળકને લેસન નહીં લાવવાના બાબતે શિક્ષક દ્વારા માર મારી પેટ ઉપર ચિમટા ભરી શારીરિક ઈજાઓ પહોંચાડતા અને આ બાબત સીસીટીવી કેમેરામાં કેદ થતાં અને ફતેપુરા તાલુકાના સોશિયલ મીડિયામાં જાહેર થતાં શિક્ષકને તાત્કાલિક શાળા માંથી છૂટો કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજ આવેલ છે.જેમાં અગ્રવાલ વંશ મહેન્દ્રભાઈ નાઓ ધોરણ 8 માં અભ્યાસ કરે છે.જ્યારે ગતરોજ વંશ અગ્રવાલ શિક્ષક દ્વારા જણાવેલ લેસન નહીં લાવતા શિક્ષક શકજીભાઈ કાળુભાઈ પારગી મૂળ રહે.બટાકવાડા તા. સંતરામપુર,જી.મહીસાગર નાઓના મગજનો પારો છટક્યો હતો.અને બાળકને ત્રણેક મિનિટ સુધી થપ્પડો વડે માર મારી પેટ ઉપર ચિમટા ભરવામાં આવ્યા હતા.જેથી બાળકને શરીર તેમજ ગાલ ઉપર લાલ ચકામાં ઉપડી આવ્યા હતા.તેમજ શિક્ષક દ્વારા વિદ્યાર્થીને જે માર મારવામાં આવ્યો તે બાબત શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.જ્યારે પોતાના બાળકને શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હોવાની બાબત તેના વાલીને થતા શાળાના રૂમમાં મૂકવામાં આવેલ સીસીટીવી ફૂટેજની માંગ કરતા સીસીટીવી ફૂટેજ કાઢવામાં આવ્યા હતા.અને તેમાં શિક્ષક દ્વારા માર મરાતો હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું હતું.અને આ બાબત ફતેપુરા તાલુકાના સોશિયલ મીડિયામાં વાયરલ થતા ખાનગી શાળાના કેટલાક શિક્ષકો પ્રત્યે અનેક પ્રશ્નો ઊભા કર્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
જ્યારે આ બાબતે શાળાના બાળકને શિક્ષા કરનાર શિક્ષક શકજીભાઈ પારગી એ પોતાની ભૂલ થઈ હોવાનું કબુલ કરી માફી પત્ર લખી આપ્યું હતું.શાળાના આચાર્ય સુધી પહોંચતા તાત્કાલિક શારીરિક ત્રાસનો ભોગ બનેલા બાળકના વાલીને બોલાવી શાળા તરફથી સમાધાન કરવામાં આવ્યું હતું. જ્યારે શિક્ષક શકજીભાઈ પારગીને તાત્કાલિક શાળામાંથી છુટા કરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.તેમજ વાલીઓની માંગ ઉઠવા પામેલ છે કે, આવો બનાવ હવે કોઈપણ શાળામાં બને નહીં તેની તકેદારી રાખવા જે તે શાળા સંચાલકો અને શાળા સ્ટાફને જણાવી સમાધાન કરેલ હોવાનું જાણવા મળે છે. તેમજ શાળા દ્વારા શિક્ષક સામે ભરવામાં આવેલ પગલાં થી શારીરિક ઈજાનો ભોગ બનેલા બાળકના વાલીઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.
ધોરણ આઠમાં અભ્યાસ કરતા અગ્રવાલ વંશ મહેન્દ્રભાઈના વાલી ગઈકાલે શાળામાં આવ્યા હતા.અને વિદ્યાર્થીને શિક્ષક દ્વારા સજા માલુમ પડતા વાલીએ સીસીટીવી ફૂટેજની માંગણી કરતા શિક્ષકની સજાનો ગંભીરતાથી નોંધ લઈ સજા કરનાર શિક્ષકને તેની ફરજ ઉપરથી તાત્કાલિક શાળા માંથી છુટા કરવામાં આવેલ છે. અને બાળકના વાલી સાથે શાળા દ્વારા સમાધાન કરવામાં આવેલ છે.
*( કેતન પટેલ,વાત્સલ્ય સ્કૂલ ઓફ નોલેજ ફતેપુરા,આચાર્ય*