રાજેશ વસાવે :- દાહોદ
*માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા કરવામાં આવી ડામર અને પેચવર્કની કામગીરી*
દાહોદ તા. ૨૧ 

દાહોદ જિલ્લામાં વરસાદના અને ઓવરટોપીંગના થવાના કારણે ક્ષતિગ્રસ્ત થયેલ રોડ-રસ્તાઓ પર રીપેરીંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે. જેમાં લીમખેડા તાલુકામાં જેસાવાડા ચીલાકોટા રોડ પર પેચવર્ક, ગરબાડા તાલુકાના આમલી નઢેલાવ ,નવાનગર રોડ પર ડામર, પેચવર્કની કામગીરી, દે. બારીયા તાલુકાના ડાંગરીયા ટોલથી ડાંગરીયા રૂવાબારી રોડ પર માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ડામર અને પેચવર્કની કામગીરી કરવામાં આવી છે.

માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા આગામી દિવસોમાં આયોજનબદ્ધ રીતે પેચવર્ક તથા રોડ-રસ્તાઓ રીપેરીંગ કામગીરી ચાલુ રહેશે. નાગરિકો માટે પરિવહન સુગમ બને એ બાબતને પ્રાથમિકતા આપીને દાહોદ જિલ્લાના માર્ગો પર કામગીરી કરવામાં આવી રહી છે.
000