રાજેશ વસાવે :- દાહોદ
*બેંક ઑફ બરોડા, દાહોદ અને દાહોદ કલેક્ટરશ્રી વચ્ચે પગાર ખાતા માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા*
દાહોદ તા. ૨૧
બેંક ઑફ બરોડા, દાહોદ ક્ષેત્ર અને દાહોદ જિલ્લા કલેક્ટરશ્રી વચ્ચે એક મહત્વપૂર્ણ સમજૂતીપત્ર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ સમજૂતીનો ઉદ્દેશ ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓને ઉચ્ચ ગુણવત્તાની બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે. તમામ સરકારી કર્મચારીઓ હવે પોતાનું પગાર ખાતું બેંક ઑફ બરોડામાં ખોલી શકશે અને તેને લઈને અનેક વિશિષ્ટ લાભો મેળવી શકશે.
આ પ્રસંગે બેંક ઓફ બરોડા રીજીનલ મેનેજરશ્રી, રામ નરેશ યાદવ, એલડીએમશ્રી જે.એસ.પરમાર, આરબીડીએમશ્રી અમિત અગ્રવાલ, ચીફ મેનેજરશ્રી નીકુ ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. આ સમજૂતીને સરકારી કર્મચારીઓના આર્થિક કલ્યાણ માટેનું મહત્વપૂર્ણ પગથિયું ગણાવ્યું હતું. આ ભાગીદારી અંતર્ગત કર્મચારીઓને અનેક આધુનિક અને ઉપયોગી સુવિધાઓ મળશે.
આ પહેલ એક તરફ જ્યાં કર્મચારીઓ માટે પગાર વ્યવસ્થાપન સરળ બનાવશે, ત્યાં બીજી તરફ બેંક ઑફ બરોડાની રિટેલ જમા અને ઋણ પોર્ટફોલિયોને પણ મજબૂતી આપશે. સરકાર અને બેંક વચ્ચેની આ ભાગીદારી આગામી દિવસોમાં વધુ ઉપયોગી સાબિત થશે.
૦૦૦