રાજેશ વસાવે :- દાહોદ
મહેનત મજુરી સંઘર્ષ થકી મેડિકલમાં પ્રવેશ મેળવનાર ઉનાઈના હાર્દિક પટેલને સમસ્ત આદિવાસી સમાજ તરફથી આર્થિક સહાય આપવામાં આવી.
નવસારી તા. ૨૧
સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજય પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયા દ્વારા સમાજના માર્ગદર્શક એવા સ્વ.વી.એમ.પારગીના સ્વપ્નના ભાગરૂપે અને એમની પ્રેરણાથી મેડીક્લ અને એન્જીનીયરિંગના વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે આર્થિક સહાય આપવા ઉત્થાન પ્રોજેક્ટ શરુ કરવામાં આવેલ.તે પ્રોજેક્ટના ભાગરૂપે પ્રોત્સાહન માટે ઉનાઈ ચારવીના હાર્દિક પટેલના પરિવારની મુલાકાત લઈ સહાય આપવામાં આવી તેમજ સરકારી હોસ્ટેલ અને ભવિષ્યની જરૂરિયાત માટે લોન માટે માર્ગદર્શન આપ્યું.
