બાબુ સોલંકી:- સુખસર
*દાહોદ જિલ્લાના અનેક રસ્તાઓનુ મરામત કરી લોકોને પડતી હાલાકીથી છુટકારો અપાવતી માર્ગ અને મકાનની ટીમ*
*દાહોદ જિલ્લાના ભાણપુર- ભમેળા, સુખસર ઝાલોદ કુશળગઢ સહિતના રસ્તાઓ પર કરવામાં આવી પેચવર્કની કામગીરી*
સુખસર,તા.20
સમગ્ર દાહોદ જિલ્લામાં વરસાદ અને પુરના કારણે થયેલા રોડ-રસ્તાના નુકશાન થયું હતું, વરસાદે વિરામ લેતા ત્વરીત માર્ગ અને મકાન દ્વારા મરામત હાથ ધરવામાં આવી છે. તેમાં જિલ્લાના ભાણપુર,ભમેળા, સુખસર,ઝાલોદ કુશલગઢ સહિતના રસ્તાઓ ઉપર પેચ વર્કની કામગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લાના ભાણપુર- ભમેળા તેમજ સંતરામપુર ઝાલોદ કુશળગઢ રોડ સહિતના રસ્તાઓ પર વરસાદના કારણે ઘણુ નુકસાન થવા પામ્યુ હતુ.જેના કારણે વાહન વ્યવ્હાર માટે વાહન ચાલકોને ઘણી મુશ્કેલી પડતી હતી. જેથી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટની ટીમ દ્વારા રોડ અને રસ્તાની મરામત કામગીરી પ્રગતિમાં છે.