રાહુલ ગારી :- ગરબાડા
દાહોદ-અલીરાજપુર હાઈવે પર સર્જાયો ગોઝારો અકસ્માત
ગરબાડાના દેવધા નજીક 2 બાઈક ધડાકા ભૈર સામસામે ટકરાતા 1નુ મોત અન્ય, 2 ઘાયલ થયા
ગરબાડા તા. ૧૮
ગરબાડા તાલુકાના દેવધા નજીક દાહોદ-અલીરાજપુર નેશનલ હાઇવે પર બપોરના સમયે એક અકસ્માત સર્જાયો હતો. જેમાં બે બાઇકો સામસામે ધડાકા ભેર ટકરાતા આ અકસ્માતની ઘટનામાં 1 યુવાનનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતું. જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થતા.તેઓને સારવાર માટે દવાખાને મોકલવામાં આવ્યા હતા
પ્રાપ્ત વિગતો અનુસાર ભે ગામના વનરાજ ભુરીયા તેની પત્ની ધુળકીબેન દાહોદ જતાં હતાં તે દરમ્યાન દેવધા ગામે સામેથી આવતી બાઈક ના ચાલક રાજેશભાઈ ની બાઈકો સામે દેવધા ગામ નજીક પહોંચ્યા તે સમયે સામેથી રોંગ સાઈડમાં આવતી મોટરસાયકલ ધડાકા ભૈર ટકરાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો ઘટના બનતા
બાઈકસવાર પૈકી વનરાજભાઈ ભુરીયા ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે તેમની બાઈક પાછળ પત્ની અને બીજી બાઈક સવાર બે ઇજાગ્રસ્તોને ગંભીર ઇજાઓ થતા સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા ગરબાડા પોલીસપણ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી
કાર્યવાહી હાથ ધરી હતી.ગરબાડા દાહોદના આ હાઈવે પર બાઈક ચાલકોની ઓવર સ્પીડ ના કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. અને નિર્દોષ લોકો તેનો ભોગ બને છે.જેના માટે વાહનચાલકોની બેદરકારી, ઓવર સ્પીડ અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન જવાબદાર છે.