રાજેશ વસાવે :- દાહોદ
‘‘કોઈનો જય નહીં અને કોઈનો પરાજય નહીં”
જિલ્લા અદાલત,દાહોદ ખાતે નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન જેમાં પાંચ કરોડ સાડત્રીસ લાખ સુંતાલીસ હજાર આઠસો પાંચ રૂપિયાનો એવોર્ડ કરવામાં આવેલ.
દાહોદ તા. ૧૩
નામદાર નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટી ન્યુ દિલ્હીના આદેશ અનુસાર નામદાર ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ , ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શન હેઠળ અત્રેના જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદ ધ્વારા નામ. ચેરમેન અને પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ જે.એન.વ્યાસ સાહેબશ્રીના વરદ હસ્તે આજ રોજ તા.13/09/2025 (શનિવાર)ના રોજ નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવેલ.
વધુમાં આજરોજ નેશનલ લોક અદાલતમાં પ્રિલિટીગેશનમાં અને જિલ્લાની તમામ અદાલતોમાં બઁક રિકવરીના કેસો, મોટર અકસ્માતના કેસો, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138, વીજળી લાઇટ બિલ, ઇ મેમો વિગેરના કુલ 51,213 કેસો મૂકવામાં આવેલ જેમાં કુલ 6,954 કેસોમાં નિકાલ થયેલ અને કુલ રૂપિયા. 5,37,47,805/- (અંકે રૂપિયા પાંચ કરોડ સાડત્રીસ લાખ સુંતાલીસ હજાર આઠસો પાંચ પૂરા) નો એવોર્ડ કરવામાં આવેલ છે. જેમાં કોર્ટના કુલ પેન્ડિંગ કેસોમાંથી 20.6% કેસોના નિકાલ કરવામાં આવ્યો. આમ નેશનલ લોક અદાલત ધ્વારા ”કોઈનો જય નહીં અને કોઈનો પરાજય નહીં” તે બાબત સફળ કરવાના હેતુસર નેશનલ લોક અદાલતનું ભવ્ય આયોજન કરવામાં આવેલ.
એસડી/-
તા.13/09/2025 (એસ.એસ.પ્રજાપતિ)
સ્થળ : દાહોદ. ફુલ ટાઈમ સેક્રેટરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, દાહોદ.