દેવગઢબારિયા શહેરના રસ્તાઓ માટે તમામ રાજકીય પક્ષો એક મંચ પર, સંબંધિતોને આવેદન..
દેવગઢબારિયા શહેરના તમામ રસ્તાઓ માટે દેવગઢબારિયા નગરના તમામ રાજકીય
દાહોદ તા. ૧૨
પક્ષોના ભાજપ કોંગ્રેસ આપ સહિતના કાર્યકરો આજે રોજ એક સાથે ભેગા થયા હતા. કારણકે એ જ દેવગઢબારિયા શહેરના તેમજ આસપાસના ગામોમાં જે રસ્તાઓની દયનશીલ સ્થિતિ હોય અને આ બેઠકમાં સ્ટેટ હાઇવે તેમજ ગામના આંતરિક રસ્તાઓની તાત્કાલિક મરામત માટે સંયુક્ત લેખિત અરજી તૈયાર કરીને અરજી તાલુકા પંચાયત તથા સંબંધીત વિભાગોને સોંપવામાં આવી જ્યારે દેવગઢબારિયા શહેરના આગેવાનો દ્વારા જણાવ્યું કે રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે નાગરિકોના રોજિંદા જીવન પર ગંભીર અસર પડી રહી છે વરસાદી મોસમ દરમિયાન રસ્તા ઉપર પાણી ભરાઈ જાય છે જેના કારણે વાહન ચાલકોને જોખમ ઊભું થાય છે ઘણીવાર નાના મોટા અકસ્માતો બનવા પામ્યા છે જ્યારે ઘણી વખત તો વાહનોના ટાયરો ને તથા વાહનોને પણ નુકસાન થવા પામ્યું છે જ્યારે તમામ પક્ષોના આગેવાનો એક મંચથી સરકારને તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી છે જો ઝડપી કામગીરી નહીં થાય તો નાગરિકો સાથે મળી મોટું આંદોલન ઊભો કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી જ્યારે સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે તેના કારણે તેમને કહ્યું કે વર્ષો સુધી ફક્ત આશ્વાસનો મળ્યા છે પરંતુ હકીકતમાં રસ્તાઓની સમસ્યા યથાવત છે લોકો હવે સહનશીલતા ગુમાવી રહ્યા છે અને આ વખતે તમામ રાજકીય પક્ષો સાથે મળીને જંગી લડત આપવા તૈયાર છે દેવગઢબારિયામાં રાજકીય પક્ષોનો સંગઠિત અભિગમ સરકાર માટે ચેતવણી સમાન માનવામાં આવી રહ્યું છે