રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડામાં રાષ્ટ્રીય નિર્મૂલન કાર્યક્રમ અવન્યે નીક્ષય પોષણ કીટ વિતરણ કરાઈ
ગરબાડા તા. ૧૧
દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકામાં રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પાટીયાઝોલ ગ્રામ પંચાયત ના સરપંચ બિલવાલ રતનસિંહ છગનભાઇ દ્વારા 02 ટીબી દર્દી ને નિક્ષય પોષણ કીટ વિતરણ કરવામાં આવી તેમજ ટીબી પ્રોગ્રામ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જેમા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકાર તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ના માર્ગદર્શન માં પાટીયાઝોલ ગ્રામ પંચાયતના સરપંચ બિલવાલ રતનસિંહ છગનભાઇ દ્વારા 02 ટીબી દર્દીઓને પોષણ કીટ વિતરણ કરવામા આવી હતી.

ટીબી મુક્ત ભારત અભિયાન એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક રાષ્ટ્રીય અભિયાન છે, જેનો મુખ્ય હેતુ 2025 સુધીમાં ભારતમાં ટ્યુબરક્યુલોસિસ (ટીબી) રોગનો પૂર્ણ નાશ કરવો છે આ અભિયાન માર્ચ 2018 માં આરંભાયું હતું અને તે પ્રતિબદ્ધતા મુજબ, વિશ્વની તુલનાએ ભારતને પાંચ વર્ષ વહેલા એટલે કે 2025 સુધીમાં ટીબી મુક્ત ભારત કરવાનું લક્ષ્ય ધરાવે છે, જ્યારે વિશ્વ લક્ષ્ય 2030 માં છે.આ પ્રસંગે પાટિયાઝોલ ગ્રામ પંચાયત ના સરપંચ બિલવાલ રતનસિંહ છગનભાઇ, પંચાયત ના સભ્યો,પિરામલ ફાઉન્ડેશન ના કોમ્યુનિટી કોર્ડીનેટર,આશા વર્કર બેન ઉપસ્થિત રહ્યા હતા