Tuesday, 25/11/2025
Dark Mode

દેવગઢ બારીયાના ભૂતપગલા ગામે સર્જાયેલી કરુણાંતિકાથી અરેરાટી. ખેતરમાં ઘાસ કાપીને પરત આવતા બેકાબૂ પીકઅપ ગટરમાં પલટી મારી,3 મહિલા તેમજ બાળક સહિત 4 ના મોત.

September 7, 2025
        416
દેવગઢ બારીયાના ભૂતપગલા ગામે સર્જાયેલી કરુણાંતિકાથી અરેરાટી.  ખેતરમાં ઘાસ કાપીને પરત આવતા બેકાબૂ પીકઅપ ગટરમાં પલટી મારી,3 મહિલા તેમજ બાળક સહિત 4 ના મોત.

દેવગઢ બારીયાના ભૂતપગલા ગામે સર્જાયેલી કરુણાંતિકાથી અરેરાટી.

ખેતરમાં ઘાસ કાપીને પરત આવતા બેકાબૂ પીકઅપ ગટરમાં પલટી મારી,3 મહિલા તેમજ બાળક સહિત 4 ના મોત.

પીકઅપમાં સવાર ડ્રાઇવર સહિત 11 લોકો ઘાયલ થયા,

દાહોદ તા.06

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં ભુતપગલા ગામમાં ખેતરમાંથી ઘાસ કાપીને પરત આવી રહેલી પીકપ પલ્ટી ખાઈ ગટરમાં પડતા ત્રણ મહિલાઓ તેમજ એક ત્રણ વર્ષના બાળક સહિત 4 ના મોત નિપજ્યા હતા. તેમજ ડ્રાઇવર સહિત 11થી લોકો ઘાયલ થયા હતા. બપોરના સમયે સર્જાયેલી કરુણાંતિકાથી અરેરાટી ફેલાઈ જવા પામી છે.

 

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના ભુતપગલા ગામના પટેલ ફળિયામાં રહેતા 56 વર્ષીય ઇશ્વરભા કલાભાઇ બારીયા અને તેમના પત્ની 55 વર્ષીય સમરતબેન,ભત્રીજાની વહુ સુમિત્રાબેન જીજ્ઞેશભાઇ બારીયા અને કુટુંબી બહેન રાધાબેન લાલાભાઇ રાઠવા રહે. ઘોઘંબા સહિત 12 થી 15 જેટલા અન્ય લોકો શનિવારના રોજ સવારે ખેતરમાં ઘાસ કાપવાનું કામ કરવા ગયા હતા.બપોરના સમયે ભુતપગલા ગામના પટેલ ફળિયામાં રહેતા અજીતભાઇ ગોવિંદભાઇ બારીયાની જીજે-20-વી-7097 નંબરની બોલેરો પીકઅપમાં બેસીને ઘરે જવા માટે નિકળ્યા હતા. તે દરમિયાન પીકપના ડ્રાઇર અજીતભાઇએ સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા રોડ ઉપરથી ગટરના ભાગે પલ્ટી ખાઇ હતી. જેના પગલે સમરતબેન ઇશ્વરભાઇ બારીયા, સુમિત્રાબેન જીજ્ઞેશભાઇ બારીયા તથા રાધાબેન લાલાભાઇ રાઠવાને ગંભીર ઇજાઓ થતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. સાથે જ એક ત્રણ વર્ષના બાળકનું પણ મોત નીપજ્યું હતું.જ્યારે ગાડીમાં સવાર 10 લોકોને ઇજાઓ થઇ હતી. અકસ્માતની ઘટના બનતા લોકોનુ ટોળુ ભેગુ થઇ ગયું હતું.ઘટનાની જાણ થતાં સાગટાળા પી.આઇ. તથા સ્ટાફના માણસો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતકોનો મૃતદેહ પી.એમ. માટે મોકલી અપાયા હતા. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!