બાબુ સોલંકી:- સુખસર
*બલૈયા પંથકના ઉબડખાબડ રસ્તા તથા નાળાઓથી પરેશાન વાહન ચાલકો તથા પ્રજાની મુશ્કેલી દૂર કરવા માંગ*
સુખસર,તા.6

ફતેપુરા તાલુકાના બલૈયા પંજાબમાં લાંબા સમયથી રીપેરીંગ ના અભાવે રસ્તાઓ ઉબડ ખાબડ થઈ ચૂક્યા છે.જેના લીધે વાહન ચાલકો તથા રાહદારીઓને મોટી મુશ્કેલી ઊભી થવા પામેલ છે.તેમજ પંથકમાં જે-તે નદી,કોતરો ઉપર નાળા બાંધવામાં આવેલ છે તે પણ જમીન લેવલ સુધીના જ હોય પંથકના મોટાભાગના રસ્તાઓ ચોમાસાના સમયે બંધ થઈ જતા પ્રજાને પારાવાર મુશ્કેલી પડી રહી હોય તે બાબતે તાત્કાલિક ધ્યાન આપવામાં આવે તેવી પંથકની પ્રજાની માંગ ઉઠવા પામી છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના બલૈયા પંથકમાં ધોધમાર કહી શકાય તેવો વરસાદ હજી સુધી થયો નથી.તેમ છતાં નદી તથા કોતરો ઉપર બાંધવામાં આવેલ નાળાઓ વરસાદી દિવસોમાં ઉપયોગી નહીં થતા હોવાનું જાણવા મળે છે. જેમાં પંથકના વિસ્તારોના ગામડાઓમાં જતા રસ્તાઓની લાંબા સમયથી રીપેરીંગ કામગીરીના અભાવે ઉબડ ખાબડ થઈ ચૂક્યા છે.જ્યારે રસ્તામાં પાણી ભરાઈ રહેતા વાહનો સ્લીપ થવાના બનાવો અને અકસ્માત બનાવો બની રહ્યા છે.અને જેના લીધે વાહન ચાલકો શારીરિક ઈજાઓના શિકાર બની રહ્યા છે.સ્થાનિક પ્રજાની અનેક વારની મૌખિક,લેખિત અને જાહેર રજૂઆતો છતાં પણ રસ્તાઓની રીપેરીંગ કામગીરી નહીં થતા વાહન ચાલકો તથા રાહદારીઓ મુશ્કેલી ભોગવી રહ્યા છે.
બીજી બાજુ જોઈએ તો આ રસ્તાઓ ઉપર આવેલ નદી તથા કોતરો ઉપર નાળા બાંધવામાં આવેલ છે.પરંતુ આ નાળા જમીન લેવલ અથવા તો જમી લેવલથી પણ નીચા બાંધકામ કરવામાં આવેલ હોય ચોમાસાના સમયે આ નાળાઓ ઉપરથી પાણીનું વહેણ રહેતા અનેક ગામડાઓનો શહેર બજારના વિસ્તારોમાં જવા સંપર્ક તૂટી જાય છે.તેમજ વાહનો પણ બંધ રહેતા હોય ખાસ સંજોગોમાં એક ગામથી બીજી બાજુ જવા લોકો મુશ્કેલી ભોગી રહ્યા છે.હાલમાં જ થયેલા સામાન્ય વરસાદથી કેટલાય રસ્તા ઉપર ખાડા પડી જતા અને નાળાઓ ઉપરથી પાણીનું વહેણ વહેતા પંથકની પ્રજા મુશ્કેલીમાં મુકાઇ છે.જ્યારે ઇમરજન્સી જેવા સંજોગોમાં પ્રજા કફોળી હાલતમાં મુકાય છે.ત્યારે બલૈયા પંથકના રસ્તાઓની રીપેરીંગ કામગીરી કરી ખાડાઓ પુરાણ કરવામાં આવે તથા જે નાળા જમીન લેવલ રાખવામાં આવેલ છે.તેને ઊંચા કરવામાં આવે તેવી પંથકની જનતાની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.