Tuesday, 25/11/2025
Dark Mode

*ફતેપુરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગરીબ સાચા લાભાર્થીઓની યાદી માંથી બાદબાકી થતા ઉચ્ચ સ્તરેથી તપાસ થવા માંગ* *તાલુકામાં કાચા મકાનો વાળા તથા તાડપત્રીમાં રહેતા અનેક પરિવારોને આવાસ યોજનાના લાભથી બાકાત રાખી સર્વે કરવામાં આવ્યું હોવાની ફરિયાદો*

September 4, 2025
        2075
*ફતેપુરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગરીબ સાચા લાભાર્થીઓની યાદી માંથી બાદબાકી થતા ઉચ્ચ સ્તરેથી તપાસ થવા માંગ*  *તાલુકામાં કાચા મકાનો વાળા તથા તાડપત્રીમાં રહેતા અનેક પરિવારોને આવાસ યોજનાના લાભથી બાકાત રાખી સર્વે કરવામાં આવ્યું હોવાની ફરિયાદો*

બાબુ સોલંકી :- સુખસર

*ફતેપુરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગરીબ સાચા લાભાર્થીઓની યાદી માંથી બાદબાકી થતા ઉચ્ચ સ્તરેથી તપાસ થવા માંગ*

*તાલુકામાં કાચા મકાનો વાળા તથા તાડપત્રીમાં રહેતા અનેક પરિવારોને આવાસ યોજનાના લાભથી બાકાત રાખી સર્વે કરવામાં આવ્યું હોવાની ફરિયાદો*

*સર્વે કરનાર સરકારી કર્મચારી સહિત સ્થાનિક કહેવાતા તકવાદી આગેવાનો દ્વારા ગરીબો સાથે અન્યાય કર્યો હોવાની ચર્ચા*

*તાલુકાના અનેક ગામડાઓમાં મકાન વિહોણા તથા વિધવા મહિલાઓને આવાસ યોજનાની યાદી માંથી બાકાત રાખવામાં આવ્યા છે*

સુખસર,તા.4

*ફતેપુરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગરીબ સાચા લાભાર્થીઓની યાદી માંથી બાદબાકી થતા ઉચ્ચ સ્તરેથી તપાસ થવા માંગ* *તાલુકામાં કાચા મકાનો વાળા તથા તાડપત્રીમાં રહેતા અનેક પરિવારોને આવાસ યોજનાના લાભથી બાકાત રાખી સર્વે કરવામાં આવ્યું હોવાની ફરિયાદો*

   સરકાર દ્વારા ગરીબી રેખા હેઠળ જીવતા કાચા માટીના મકાનોમાં રહેતા તથા મકાન વિહોણા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ યોજનાની સહાય આપવામાં આવે છે.જે ગરીબ પરિવારો માટે આશીર્વાદ સમાન છે.પરંતુ બે માસ અગાઉ પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફતેપુરા તાલુકામાં સર્વે કરવામાં આવેલ હતું અને તેમાં કાચા મકાનો તથા મકાન વિહોણા લોકોનું સર્વે થયેલ પરંતુ જ્યારે યાદી આવી ત્યારે તેમાં અનેક મકાન વિહોણા તથા કાચા ઝુપડાઓમાં રહેતા લાભાર્થીઓની બાદબાકી કરી મળતીયા અને માલદાર લોકોનો સમાવેશ કરી અન્યાય કરવામાં આવેલ હોવાની ચર્ચા તાલુકાના તમામ ગામડાઓમાંથી ઉઠી રહી છે.ત્યારે જિલ્લા અથવા રાજ્યકક્ષાના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે તથા આવાસ યોજનાના લાભથી બાકી રહી જતા જરૂરિયાતમંદ લાભાર્થીઓને ન્યાય મળે તેવી અન્યાયનો ભોગ બનેલા લોકો દ્વારા માંગ ઉઠવા પામેલ છે.

        ફતેપુરા તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગરીબ જરૂરિયાતમંદ લાભાર્થીઓને હળહળ તો અન્યાય કરવામાં આવ્યો હોવાની ચર્ચા તાલુકાના તમામ ગામડાઓમાંથી ઉઠી રહી છે.ત્યારે અન્યાયનો ભોગ બનેલા ગરીબ લોકો માટે રાજકીય આગેવાનો,કહેવાતા સામાજિક કાર્યકરો અને તાલુકા-જિલ્લાના સરકારી તંત્રો આંખ આડા કાન કરી અન્યાય સામે અવાજ ઉઠાવવા કે તપાસ કરી ગરીબોને ન્યાય અપાવવા કોઈ શોધ્યું મળી રહ્યું નથી.ગરીબ પરિવારોનો માત્ર સરકાર અને તકવાદી આગેવાનો ગરીબોના પેટ ઉપર રોટલી શેકી ખાવા સિવાય કોઈ કામે આવતા નથી.તાલુકાના તમામ ગામડાઓમાં કાચા મકાનોમાં રહેતા તથા મકાન વિહાણો લોકો માટે સરકાર દ્વારા આવાસ સહાય આપવા માટે સર્વે કરવામાં આવેલ હતું.ત્યારે સર્વે કરતાં સમયે તમામ કાચા મકાનો તથા મકાન વિહોણા તમામ લોકોનું સર્વે કરવામાં આવ્યું હતું. જ્યારે હાલ લાભાર્થીઓની યાદી બહાર પાડવામાં આવેલ છે તેમાં કેટલાક નોકરિયાત તથા માલદાર લોકો અથવા તેમનાજ ઘરના સભ્યોને લાભાર્થી તરીકે પસંદગી આપવામાં આવી હોવાની ચર્ચા સાંભળવા મળે છે.જ્યારે જે લોકો ને આજ દિન સુધી આવાસની સહાય મળી નથી તેમ જ તેઓને રહેવાના ઠેકાણા ન હોય તેમજ કેટલાક લોકો તાડપત્રી ઢાંકી પોતાના પરિવાર સાથે રહેતા હોય તેવા તેમજ કેટલાક વિધવા મહિલાઓને આવાસ યોજનાની સહાયથી બાકાત રાખવામાં આવ્યા હોવાની તાલુકાના અનેક ગામડાઓમાંથી ચર્ચા ઉઠી રહી છે.

           અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,જે લોકો માલદાર છે, જેઓને પાકા મકાનો છે તેવા લોકોને આવાસની સહાય મળે તેના માટે જરૂરિયાત મંદ લોકોને કોઈ વાંધો નથી. પરંતુ જે-તે વખતે સર્વે કરતા સમયે જરૂરિયાતમંદ ગરીબ લાભાર્થીઓએ પોતાના ઝૂંપડાઓનુ સર્વે કરાવવા છતાં લાભાર્થીની યાદી માંથી બાદબાકી કરવામાં આવે,અને જે લોકોને આવાસ સહાયની જરૂર ન હોય તેવા લોકોની લાભાર્થી તરીકે પસંદગી કરવામાં આવે તે કેટલા અંશે વ્યાજબી છે?જોકે તાલુકામાં અનેક લોકોને અગાઉ આવાસ યોજનાનો લાભ મળી ચૂક્યો હોય તેમના જ ઘરના અન્ય સભ્યના નામે હાલમાં આવાસ સહાયના લાભાર્થી તરીકે તેમજ કેટલાક એક જ ઘરના સભ્યોના અલગ અલગ નામે આવા સહાયમાં પસંદગી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.ત્યારે વંચિત રહી ગયેલા ગરીબ લાભાર્થીઓ પૂછી રહ્યા છે કે,જ્યારે સર્વે કરવામાં આવેલ તેવા વખતે તમામનું સર્વે કરવામાં આવ્યું હતું.અને લાભાર્થીની યાદીમાં મળતીયા માલદાર લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે સર્વે કરનાર જવાબદારોએ આંખે પાટા બાંધીને સર્વે કર્યું હતું?જોકે કેટલાક ગામડાઓમાંથી સર્વે કરનાર લોકોએ લાભાર્થીઓ પાસેથી નાણા પડાવ્યા હોવાની ચર્ચા પણ થઈ રહી છે.ત્યારે ગરીબોના નામે યોજના બહાર પાડી માલદારોને મલાઈ આપવા યોજના બહાર પાડવામાં આવી છે?જોકે આ સહાયથી જરૂરિયાતમંદ અનેક લોકો વંચિત રહેતા આવનાર તાલુકા-જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોટો ફટકો પડવાના એંધાણ જણાઈ રહ્યા છે.

          ફતેપુરા તાલુકાના મોટાભાગના ગામડાઓમાં સાચા ગરીબ જરૂરિયાતમંદ લાભાર્થીઓ આવાસ યોજનાની સહાયથી વંચિત રહી જાય તેવા સંજોગો ઊભા થયેલ હોય જે-તે ગામના જાગૃત નાગરિકો,સામાજિક કાર્યકરો અન્યાય સામે અવાજ ઉઠાવે,રાજકીય આગેવાનો પોતાની ખુરશી સલામત રાખવા જવાબદાર તંત્રને સાબદા કરે, પ્રજાના ટેક્સના નાણાથી હજારો રૂપિયા પગાર મેળવતા સ્થાનિક તાલુકા-જિલ્લા તંત્રના અધિકારીઓ દ્વારા પારદર્શક વહીવટ ચલાવવા માટે સજાગ બની જરૂરિયાતમંદ ગરીબ પરિવારો આવાસ યોજનાની સહાયથી બાકાત રહે નહીં તેની ઝીણવટ પૂર્વક તપાસ કરી ગરીબોને ન્યાય મળે તે પ્રત્યે ધ્યાન આપવામાં આવે તેવી આવાસ સહાયથી બાકાત રહી ગયેલા લોકોની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.

 

          *:-બોક્સ:-*

 

ફતેપુરા તાલુકાના મોટાભાગના ગામડાઓમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વે બાદ સાચા જરૂરિયાત મંદ આવાસ સહાયના લાભાર્થી હોય તેમાંથી કેટલાક જરૂરિયાતમંદ લોકોની બાદબાકી કરવામાં આવેલ છે.તેમાં સર્વે કરનાર જે-તે કર્મચારી દ્વારા પક્ષા પક્ષી રાખી કે કોઈના દબાણમાં આવી સ્થાનિક તકવાદી મળતીયા લોકોના મેળાપીપણાથી જરૂરિયાતમંદ લાભાર્થીઓને અન્યાય થયેલ છે.જેથી નિષ્પક્ષપણે નવેસરથી સર્વે કરી બોગસ લાભાર્થીઓને બાદ કરી સાચા લાભાર્થીઓ સુધી આવાસ યોજનાનો લાભ પહોંચે તથા ખોટું સર્વે કરનાર જે તે કર્મચારી સામે ખાતાકીય પગલા ભરવામાં આવે તે જરૂરી છે સાથે સાથે તાલુકા- જિલ્લા તંત્રોના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરિયાતમંદ લાભાર્થીઓ સામે ધ્યાન આપવામાં આવે તે જરૂરી છે.

 

          *-:બોક્સ:-*

 

  અમારા મારગાળા ગામમાં પાંચ ગ્રામ પંચાયતો આવેલ છે.અને તમામ ગ્રામ પંચાયતોમાં પ્રધાનમંત્રી આવાસ યોજના નું સર્વે કરવામાં આવ્યું હતું. તેમાં સર્વે કરવામાં આવેલ સાચા ગરીબ લાભાર્થીઓની બાદબાકી કરી આવાસના લાભાર્થી તરીકે સમાવેશ નહીં કરી અન્યાય કરવામાં આવેલ છે. મારગાળા ગામમાં આવાસના લાભાર્થીઓની ઝીણવટ પૂર્વક તપાસ કરવામાં આવે તો આવાસનું સર્વે કરનાર સરકારી કર્મચારી ઘર ભેગા થાય તેવી પરિસ્થિતિ જોવા મળે છે.

 

*(ભુરસિંગભાઈ ભાભોર,માજી તાલુકા પંચાયત સભ્ય,મારગાળા સ્થાનિક)*

 

      *-: બોક્સ:-*

 

અમોને આદિન સુધી સરકાર દ્વારા કોઈપણ આવાસ યોજનાનો લાભ મળેલ નથી.વર્ષોથી અમો તાડપત્રી બાંધી પરિવાર સાથે ભગવાન ભરોસે રહીએ છીએ.હાલમાં કરવામાં આવેલ સર્વેમાં મેં આવાસ યોજનાની સહાય મેળવવા માટે સર્વે કરાવેલ હતું.પરંતુ આવાસના લાભાર્થી તરીકે આવેલ યાદીમાં મારો સમાવેશ કરવામાં આવેલ નથી.મારા જેવા અમારા ગામના અનેક ગરીબ પરિવારો સાથે આવાસ યોજનામાં અન્યાય કરવામાં આવેલ છે.જેની તપાસ કરી અમોને આવાસ યોજનાની સહાયનો લાભ મળે તેવી અમારી માંગણી છે. 

*(પંકજભાઈ દલસુખભાઈ વળવાઈ, આફવા સ્થાનિક)*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!