દાહોદમાં આવેલ આદિવાસી મ્યુઝિયમ ખાતે દર શનિવાર – રવિવાર ના દિવસે સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા બનાવેલ ઉત્પાદનો માટે હસ્તકલા મેળો યોજાશે* *ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનવા અને તેમની રચનાત્મકતાને આગળ વધારવા માટેનો મુખ્ય હેતુ*

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદમાં આવેલ આદિવાસી મ્યુઝિયમ ખાતે દર શનિવાર – રવિવાર ના દિવસે સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા બનાવેલ ઉત્પાદનો માટે હસ્તકલા મેળો યોજાશે*

*ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનવા અને તેમની રચનાત્મકતાને આગળ વધારવા માટેનો મુખ્ય હેતુ*

*દાહોદવાસીઓ પાસે ઘરેલુ હસ્તકલા, હજારો પ્રકારના ઘરેલું સામાન અને સ્થાનિક હસ્તકલા ઉત્પાદનોને ઉત્પાદક પાસેથી સીધી ખરીદી કરવા માટેની તક*

દાહોદ તા. ૨૨

દાહોદમાં આવેલ આદિવાસી મ્યુઝિયમ કે જે ઇન્દોર હાઇવે રોડ પર સ્થિત છે, દેશની આદિવાસી સંસ્કૃતિ અને વારસાને પ્રદર્શિત કરતું એક મહત્વપૂર્ણ સ્થળ છે. અહીં તમારે આદિવાસી સમાજની વિવિધ પરંપરા, હસ્તકલા, જીવનશૈલી અને લોકકલાનો સંગ્રહ જોવા મળશે.

 

આ મ્યુઝિયમમાં દાહોદ જિલ્લાના સ્થાનિક આદિવાસી લોકો દ્વારા બનાવેલ હસ્તકલા, પહેરવેશ, સાધન-સામાન અને ઇતિહાસ સાથે જોડાયેલા નમૂનાઓ રાખવામાં આવ્યા છે, જે અહીંની સંસ્કૃતિ અને વારસાને જીવંત રાખે છે. દાહોદના આદિવાસી સમાજના જીવન અને સાંસ્કૃતિક વારસાનું વર્ણન કરે છે. આદિવાસી મ્યુઝિયમમાં તમે આદિવાસી સમાજની સમૃદ્ધ પરંપરા અને કળા વિષે જીવંત અભ્યાસ કરી શકો છો.

આપ સૌને જણાવતા આનંદ થાય છે કે, આપણા જીલ્લાની ગ્રામ્ય વિસ્તારની સ્વ-સહાય જૂથની બહેનો દ્વારા બનાવેલ વિવિધ હસ્તકલા અને ઉત્પાદનોનું દર શનિવાર અને રવિવાર સવારે ૧૦.૦૦ કલાકે થી સાંજે ૫.00 કલાક સુધી આદિવાસી મ્યુઝિયમ, ઇન્દોર હાઇવે રોડ, દાહોદ ખાતે વેચાણ આયોજન કરવામાં આવી રહ્યું છે. 

આ સ્વ-સહાય જુથ દ્વારા બનાવેલ વસ્તુઓમાં ઘરેલુ હસ્તકલા, હજારો પ્રકારના ઘરેલું સામાન અને સ્થાનિક હસ્તકલા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ વેચાણનું મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવું અને તેમની રચનાત્મકતાને આગળ વધારવું છે. દાહોદ જિલ્લાના તમામ લોકો દ્વારા આ વેચાણમાં તૈયાર ઉત્પાદનો લાભ લે એ માટે તમામને આગ્રહભરી અપીલ કરવામાં આવે છે. 

૦૦૦

Share This Article