દક્ષેશ ચૌહાણ ઝાલોદ
ઝાલોદ સિંધી સમાજ દ્વારા વિધાર્થીની કરપીણ હત્યામા ન્યાય મેળવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું
દાહોદ તા. ૨૨
અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમા ભણતા હિન્દુ સમાજ માઠી આવતા સિંધી સમાજના વિદ્યાર્થીની કરપીણ હત્યા થતાં ગુજરાતના હિન્દુ સમાજ તેમજ સિંધી સમાજમાં રોષ ફાટેલ છે. આ અંગે સિંધી સમાજ તેમજ હિન્દુ સમાજ દ્વારા સ્કૂલ સંચાલકોની ભૂલ છે તેવું મનાઈ રહેલ છે. વિધાર્થીની હત્યા બાદ સ્કૂલમાં એક પણ જવાબદાર વ્યક્તિ હાજર ન હતો અને હાલ સાંભળવા મળેલ મુજબ સ્કૂલ સંચાલકો અદ્રશ્ય થઈ ગયેલ છે. માત્ર 15 વર્ષનો વિધાર્થી નયન સિંધીની હત્યા થી સમગ્ર હિન્દુ સમાજમાં મોટા પ્રમાણમાં રોષ વ્યાપેલ જોવા મળી રહેલ છે. આ વિધાર્થીની હત્યા અંગત અદાવત રાખી કરવામાં આવેલ હોવાનું માનવામાં આવી રહેલ છે. જાણવા મળેલ સૂત્રો મુજબ 15 વર્ષીય વિદ્યાર્થીની હત્યા કરનાર પણ વિધાર્થી છે અને તે 8 માં ધોરણમાં અભ્યાસ કરી રહેલ છે. અને તેને નાની છરી જેવું તીક્ષ્ણ હથિયાર ( થમૉકોલ કટર) થી હુમલો કરેલ હતો અને આ હુમલો સ્કૂલ છૂટયા બાદ કરવામાં આવેલ હતો તેવું જાણવા મળેલ છે. સિંધી સમાજના આ વિદ્યાર્થીને પેટમાં છરીના ઘા મારવામાં આવેલ હતા. આ સિંધી સમાજના વિધાર્થી પર જે હુમલો કરવામાં આવ્યો હતો તે અંદાજીત 30 મિનિટ સુધી જીવન મૃત્યુ વચ્ચે સંઘર્ષ કર્યો હતો ત્યાં સુધી સ્કૂલના કોઈ પણ કર્મચારી કે સંચાલકો તેની મદદે ન આવ્યા હોવાનું જાણવા મળેલ છે. માત્ર 15 વર્ષીય વિધાર્થીની હત્યા કરનાર વિધાર્થી મુસ્લિમ સમાજનો હોવાનું જાણવા મળેલ છે. આ ગુનામાં હાલ બે સગીર વયના બાળકોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. સિંધી સમાજ દ્વારા માંગ કરવામાં આવેલ છે કે આવા બાળકો જે ગુનાહિત પ્રવૃત્તિ કરી રહેલ છે તેને કાયદાની જોગવાઈ મુજબ સખત સજા થવી જોઈએ તેમજ સાથે માંગ કરી હતી કે આવા ગુનાઓ ઘણા બને છે પણ બહાર નથી આવતા તો ભણવા આવતા વિધાર્થીઓ પર સ્કૂલ સંચાલકો પર નજર રાખે અને આવા કૃત્ય કરનાર વિધાર્થીઓ ને સ્કૂલ માંથી કાઢી નાખે. સિંધી સમાજ દ્વારા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી મૃતક વિધાર્થીના પરિવારજનોને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરેલ છે.
