રાજેશ વસાવે :- દાહોદ
નવસારી ઢોડિયા સમાજ દ્વારા મેગા ફ્રી મેડિકલ ચેકઅપ અને રક્તદાન કેમ્પ યોજાયો.
નવસારી તા. ૨૦
નવસારી ઢોડિયા સમાજ દ્વારા ગરીબ દર્દીઓના લાભાર્થે નવનિર્મિત ઢોડિયા સમાજ ભવન પર ફ્રી મેડિકલ ચેકઅપ અને રક્તદાન કેમ્પ યોજાયો જેમાં અંદાજિત 200 કરતા વધારે દર્દીઓને વિવિધ રોગોના વિષય નિષ્ણાંત તબિબો ડો.પરિમલ પટેલ(ઓર્થોપેડિક),ડો.પ્રણવ પટેલ(પીડિયાટ્રીકસ),ડો.ભાવિષા પટેલ(સ્ત્રીરોગ નિષ્ણાંત),ડો.મયંક પટેલ(ઇએનટી),ડો.હેતલ પટેલ(ચામડીના રોગોના નિષ્ણાંત),ડો.આસિત દેસાઈ(આંખના નિષ્ણાંત),ડો.દિવ્યેશ પટેલ(રેડિયોલોજિસ્ટ),ડો.મનીષા દરજી(આયુર્વેદિક નિષ્ણાંત) એ પોતાની સેવા આપેલ હતી અને ડો.મેહુલ ડેલીવાળાએ સિકલસેલ એનિમિયાનું કાઉન્સેલિંગ કરેલ હતું.આ કાર્યક્રમમા મુખ્ય મહેમાન તરીકે સમસ્ત આદિવાસી સમાજના ગુજરાત રાજય પ્રમુખ ડો.પ્રદીપભાઈ ગરાસિયા,નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલ,રાજેશ ગાંધી,નાયકા સમાજના પ્રમુખ રાજેશભાઈ, હળપતી સમાજના પ્રમુખ ડો.ચેતનભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈએ પ્રેરક હાજરી આપી હતી.અને રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે 19 મી વાર રક્તદાન કર્યું હતું.કેમ્પમાં વિનામૂલ્યે મોટી માત્રામા દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અરુણભાઈ પટેલ,રમણભાઈ પટેલ,મહેશભાઈ પટેલ,કમલેશભાઈ,શૈલેષભાઇ,વીરેન્દ્રભાઈ,ધર્મેશભાઈ સહિતના જ્ઞાતિ મંડળના સભ્યો વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ હિરેનભાઈ,મિનેશભાઈ,નીખિલભાઈ જેવા યુવાનો ઉપસ્થિત રહ્યા હતાં અને સુશ્રુષા બ્લડબેંકના સ્ટાફે સફળતાપૂર્વક રક્તદાતાઓને મેનેજ કર્યા હતાં.