દાહોદના ધાનપુરમાં બાઈક પર વિદેશી દારૂનું હેરફેર નો વિડીયો વાયરલ થયા બાદ પોલીસનું એક્શન.!
દાહોદ તા. ૧૯
રાજસ્થાન અને મધ્યપ્રદેશના રસ્તે ગુજરાતમાં દારૂની હેરફેર કરવા માટે બુટલેગર તત્વો અવારનવાર અવનવા કીમીયા અજમાવે છે અને દરેક વખતે દાહોદ પોલીસ બાતમીદારોના નેટવર્ક થકી પર પ્રાંતમાંથી આવતા લાખો રૂપિયાના દારૂનો જથ્થો પણ ઝડપી લે છે. આ સિવાય બંને રાજ્યોની સરહદને જોડતા ગ્રામ્ય વિસ્તારના અંતરિયાળ રસ્તાઓ પર બુટલેગર બાઈક મારફતે પણ વિદેશી દારૂ ની હેરફેર કરે છે. આવી જ કંઈક તસવીર ધાનપુરના અંતરિયાળ વિસ્તારમાંથી સામે આવી છે જ્યાં એક મોટરસાયકલ પર સવાર બુટલેગર બિન્દાસ પણે બાઈક પર કંથાનનો લગડો બનાવી વિદેશી દારૂની હેરફેર કરી રહ્યો હતો જે વિડીયો પાછળ ચાલી રહેલા વાહન ચાલકે વિડીયો વાયરલ કર્યો હતો જે બાદ પોલીસ એકશનમાં આવી હતી. અને પોલીસે પીછો કરતા વિદેશી દારૂ લઈ જનાર બુટલેગર દારૂનો મુદ્દામાલ તેમજ મોટરસાયકલ રસ્તામાં ફેંકીને જતો રહ્યો છે. પોલીસે આ બાઈક અને વિદેશી દારૂને કબજે લઈ લીધું છે અને હવે આ બુટલેગર ને શોધવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.