મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલીમાં ફાયર સ્ટેશન બનાવવા કોંગ્રેસ આક્રમક તાલુકા પંચાયત પ્રમુખની ઓફિસે આવેદન ચોટાડીયું..
સંજેલી તાલુકા પ્રમુખ દિનેશભાઈ તાવિયાડના નેતૃત્વમાં સંજેલી કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ
સંજેલી તા. ૧૮
જયેશ સંગાડા એ તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપી મુખ્ય મંત્રી દ્વારા ગુજરાતના અન્ય વિસ્તારોમાં મુખ્યમંત્રી દ્વારા મંજૂર કરાયેલ ફાયર સ્ટેશનની નોંધ વાંચી સંભળાવી..છાશવારે બનતી આગની ઘટનાથી સંજેલી તાલુકામાં વારંવાર જાનમાલનું નુકશાન થઈ રહ્યું છે જેથી સંજેલી તાલુકામાં ફાયર સ્ટેશન બનાવવામાં આવે તેવી રજૂઆત કરાઈ
આવેદનપત્ર સંજેલી તાલુકા પંચાયત પ્રમુખને પણ આપવાનું હોઈ પ્રમુખ હાજર ન રહેતા કાર્યકરો દ્વારા તાલુકા પ્રમુખના કેબિન ના દરવાજે આવેદનપત્ર ચોટાડી વિરોધ નોંધાવ્યો
આવનાર સમયમાં તાલુકા પંચાયતમાં ઠરાવ કરી ફાયર સ્ટેશન બનાવવામાં નહી આવે તો કોંગ્રેસ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે..
આ કાર્યક્રમમાં સીંગવડ તાલુકા કાર્યકારી પ્રમુખ રમશું ભાઈ હઠીલા, અનીશ ભાઈ ડબ્બા,સંજયભાઈ કટારા,સુરસિંહભાઈ ચારેલ,ચંદુભાઈ મકવાણા,મહેશભાઈ તાવિયાડ ઉપસ્થિત રહ્યા આવેદન આપીયુ..