Tuesday, 25/11/2025
Dark Mode

*ફતેપુરા તાલુકાના સુખસર પોલીસે મહીસાગર જિલ્લામાંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે સાગડાપાડાના મોટરસાયકલ ચોરને ઝડપ્યો* *ઝડપાયેલા ઇસમે સંતરામપુર વિસ્તાર માંથી એક માસ અગાઉ રાત્રિના સમયે હીરો સ્પેલેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ હોવાની કબુલાત કરી*

August 16, 2025
        4944

બાબુ સોલંકી:- સુખસર

*ફતેપુરા તાલુકાના સુખસર પોલીસે મહીસાગર જિલ્લામાંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે સાગડાપાડાના મોટરસાયકલ ચોરને ઝડપ્યો*

*ઝડપાયેલા ઇસમે સંતરામપુર વિસ્તાર માંથી એક માસ અગાઉ રાત્રિના સમયે હીરો સ્પેલેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ હોવાની કબુલાત કરી*

સુખસર,તા.16

*ફતેપુરા તાલુકાના સુખસર પોલીસે મહીસાગર જિલ્લામાંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે સાગડાપાડાના મોટરસાયકલ ચોરને ઝડપ્યો* *ઝડપાયેલા ઇસમે સંતરામપુર વિસ્તાર માંથી એક માસ અગાઉ રાત્રિના સમયે હીરો સ્પેલેન્ડર મોટર સાયકલની ચોરી કરેલ હોવાની કબુલાત કરી*

           વાહન ચોરી કરતા સાતીર ચોર લોકો જે-તે વાહનની ચોરી કરતા પહેલા વાહન સાથે તેના વાહન માલિક ની વોચમાં રહી મોકો મળતા વાહનોની ઉઠાંતરી કરી પલાયન થઈ જતા હોય છે.અને ખાસ કરીને ટુ-વ્હીલર જેવા વાહનોની ચોરી કર્યા બાદ તેની નંબર પ્લેટ બદલી અથવા તો તેવા વાહનની છેડછાડ બાદ આસાનીથી જાહેર માર્ગો ઉપર વાહન ચલાવતા હોય છે.અથવા તો ચોરી કરેલ વાહન ભંગારની કિંમતે વેચાણ કરી પોતાના મોજ શોખ પૂરા કરતા હોય છે.તેવી જ રીતે ગત એક માસ અગાઉ સંતરામપુર વિસ્તારમાંથી હીરો સ્પેલેન્ડર મોટરસાયકલની ચોરી કરનાર ફતેપુરા તાલુકાના સાગડાપાડા ગામનો ઈસમ સુખસર પોલીસના હાથે ઝડપાઈ જવા પામેલ હોવાનું જાણવા મળે છે.

         જાણવા મળેલી વિગતો મુજબ પોલીસ મહા નિરીક્ષક આર.વી. અસારી પંચમહાલ રેન્જ ગોધરાના ઓની સીધી સુચના હેઠળ દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા નાઓએ જિલ્લામાં મિલ્કત સંબંધી તેમજ વાહન ચોરીના બનતા ગુન્હાઓ શોધી કાઢવા તેમજ અટકાવવા માટે સુચના આપવામાં આવેલ છે.જે અનુસંધાને સૂચના હેઠળ નાયબ પોલીસ અધિક્ષક ડી.આર.પટેલ ઝાલોદ ડિવિઝન, ઝાલોદના ઓએ અસરકારક વાહન ચેકિંગ કરી મિલકત તેમજ ચોરીના બનાવો બનતા અટકાવવા તેમજ શોધી કાઢવા સારું સૂચન કરેલ હોય જે આધારે સુખસર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એસ.વરુના ઓએ જરૂરી સુચના આપેલ હોય આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.કે.દામા તથા અ.હે.કો પિન્ટુભાઈ તેમજ અ.પો.કો. મહેશભાઈ અને ગોપાલજીના ઓએ સુખસર ગામ પાસે એચ.પી પેટ્રોલ પંપ આગળ વાહન ચેકિંગ કામગીરી દરમ્યાન એક ઈસમ શંકાસ્પદ મોટરસાયકલ લઈને આવતા તેને ઉભો રાખી તેની પાસેની મોટરસાયકલ બાબતે આધાર પુરાવા માંગતા આ ઈસમે ગલ્લા તલ્લા કરતાં પ્રથમ દ્રષ્ટિએ શંકા જણાતા પોકેટ કોપની ચર્ચ કરી પૂછપરછ કરતા આ ઈસમે પોતાનું નામ જયેશભાઈ રમણભાઈ સંગાડા રહે.સાગડાપાડા, તળગામ ફળિયા,તા.ફતેપુરા,જી.દાહોદ નો હોવાનું જણાવેલ.અને તેના કબજાની હીરો સ્પ્લેન્ડર નંબર વગરની મોટરસાયકલ જે એકાદ માસ પહેલા સંતરામપુર વિસ્તારમાંથી રાત્રિના સમયે ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ હતી.

         ઉપરોક્ત બાબતે સુખસર પોલીસે જયેશ રમણભાઈ સંગાડાની ધરપકડ કરી તેની વિરુદ્ધમાં બી.એન.એસ.એસ. અધિનિયમ-2023 ની કલમ 35( 1 ) ( ઈ )106 મુજબ ગુન્હો દાખલ કરી મોટરસાયકલ તપાસ સાથે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!