મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી પંચાયત નો વહીવટ ખાડે ગયો નગરજનો વારંવાર ગ્રામ સભામાં હલ્લાબોલ સ્થાનિક જિલ્લા સુધી અધિકારીઓ કેમ ચૂપ?
દાહોદ તા.15

દાહોદ જિલ્લાના સંજેલી ગ્રામપંચાયત ની 15મી ઓગસ્ટની એક ખાસ ગ્રામસભા સરકારના આદેશ મુજબ પંચાયતમાં યોજાઈ હતી નગરજનો મોટી સઁખ્યામા સંજેલી અને ટીસાના મુવાડા ને અલગ કરી પંચાયતના વિભાજન માટે રજુઆત કરતા માહોલ ગરમાયો છે.જેમાં સરકારની ગ્રાંટોમાં લાખ્ખો રૂપિયાનો ભ્રસ્ટાચાર થયો હોવા નો આંક્ષેપ થયો હતો પાયાની સુવિધા જેવી કે સફાઈ પાણી અને સ્ટ્રિટ લાઇટથી પરેશાન સંજેલી ના રહીશો એ ઉગ્ર રજુઆત કરી હતી.જોકે જુના ઠરાવોમાં ભાણપુર ફાટક થી ટીસાના મુવાડા રોડ પર સ્ટ્રિટ લાઇટના ઠરાવો નો ખુલાસો માંગતા પંચાયતના કર્મીઓ એ સાત દિવસનો સમય માંગી જે તે પગલા લેવા બાંહેધરી આપી છે.વોટરવર્કસના જુના કર્મચારીને કેટલાય મહિનાનો પગાર બાકી છતાં નોકરીએ પણ ચડવા દેતા નથી શું ટેમપરવારી રાખેલા માણસો વિના મૂલ્ય કામ કરે છે ? તો જુના કર્મચારીઓને પગાર કેમ આપતાં નથી?ગામ લોકો પંચાયત ના વહીવટથી પરેશાન જોવા મળ્યા હતા.કેટલાક લોકોએ તલાટી સમયસર દાખલ આપતાંજ નથી તેવી રજુઆત કરી હતી.સરકારની નવીની કરણ સૌર ઉર્જાની ચર્ચા કરવામાં આવી તેમ કઈ લગાવવી અને કેવી રીતે અરજી કરવી તેની માહિતી આપી ગ્રામ સભા યોજી પરંતુ સુવિધા ને લઇ હલ્લાબોલ થતા માહોલ ગરમાયો હતો.સંજેલી પંચાયતના વહીવટી અધિકારીઓ પોતાની મનમાની કરતા હોવાથી અનેકવાર પંચાયતમાં બબાલના દ્રશ્ય જોવા મળી રહ્યા છીએ જો અધિકારીઓની જ ભૂલ ના હોય તો કેમ ચૂપ છે? વિકાસ કાગળ પર થયો જેની નગરજનો નોંધ લઈ કેમ બાયો ચડાવી. છે.