સ્વતંત્ર પર્વ પ્રસંગે વિશિષ્ટ કામગીરી બદલ દાહોદ પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે એ દાહોદ આંગણવાડી કાર્યકર બહેન હિરલબેન ભટ્ટ અને રણજિતાબેનનું સન્માન કર્યુ*

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

*સ્વતંત્ર પર્વ પ્રસંગે વિશિષ્ટ કામગીરી બદલ દાહોદ પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે એ દાહોદ આંગણવાડી કાર્યકર બહેન હિરલબેન ભટ્ટ અને રણજિતાબેનનું સન્માન કર્યુ*

દાહોદ તા. ૧૫

૭૯ માં સ્વતંત્રતા દિવસના પ્રસંગે, દાહોદ આંગણવાડી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી રહેલા દાહોદ ઘટક – ૧ ના આંગણવાડી કેન્દ્ર મોટા ઘાંચીવાડ- 3માં ફરજ બજાવતા કાર્યકર હિરલબેન ભટ્ટ તથા બાવકા – ૫ માં ફરજ બજાવતા કાર્યકર રણજિતાબેનને દાહોદ પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

સમાજના બાળ વિકાસ, પોષણ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમની સેવા નોંધપાત્ર રહી છે.આ સન્માન પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી તથા મામલતદારશ્રી દ્વારા તેમને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યા. તેમના કાર્ય, સમર્પણ અને સેવાભાવને લઈ અધિકારીઓએ પ્રશંસા કરી અને આંગણવાડી ક્ષેત્રમાં તેમના યોગદાનને અનન્ય ગણાવ્યું.તેમની કાર્યપ્રેરણાથી અન્ય કાર્યકર્તાઓને પ્રેરણા લેવા અપીલ કરી હતી.

૦૦૦૦

Share This Article