બાબુ સોલંકી:- સુખસર
*ફતેપુરા તાલુકાના બલૈયા સહિત પંથકમાં પીવાના પાણી માટે એક માસથી વલખાં મારતી પ્રજા*
*છેલ્લા એક માસથી પાણીની મોટર બળી ગયેલ હોવાનું જણાવતા ઈજનેર*
સુખસર,તા.14

બલૈયા સહિત આસપાસના વિસ્તારમાં ભાણાસિમલ યોજના દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. અને આ યોજના દ્વારા છેલ્લા એક માસથી પાણી નહીં અપાતા પંથકની પ્રજા ભરચોમાસે પીવાના પાણી માટે વલખા મારી રહી હોવાનું જાણવા મળે છે.
જાણવા મળેલી વિગતો મુજબ બલૈયા સહિત ગવાડુંગરા,બારીયાની હાથોડ,બાવાની હાથોડ સરસ્વા પૂર્વ, ભાટ મુવાડી, મોરપીપળા જેવા ગામડાઓમાં ભાણા સીમલ યોજના દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે.તે પણ નિયમિત પાણી નહીં મળતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જ્યારે હાલ ગત એક માસથી પીવાનું પાણી બંધ કરાતા લોકો ભર ચોમાસે પાણીના માટલાઓ સાથે હડીયાદોટ કરતા હોવાનું જોવા મળી રહ્યું છે. પીવાનુ પાણી મેળવવા માટે વહીવટી તંત્રને અનેક વાર રજૂઆતો કરવા છતાં મોટર બળી ગયેલ હોય અને જે બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરેલ હોવાનું અને વહેલી તકે પીવાનું પાણી ચાલુ કરવાનું જણાવી એક માસનો સમય થવા છતાં આજ દિન સુધી નવીન મોટર નહી નાખતા લોકો દરદર ની ઠોકરો ખાઈ રહ્યા છે.અહીંયા એ પણ જણાવવું જરૂરી છે કે,નળશે જલ યોજના આ ગામડાઓમાં માત્ર શોભાના ગાંઠીયા સામાન છે.અને તેનું પાણી આજ દિન સુધી પહોંચ્યું નહીં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. જ્યારે હાલ આ પીવાનું અપાતા પાણી પાડલીયા ખાતે આવેલ ભાણાસીમલ યોજનાની ટાંકી ઉપરથી પહોંચાડવામા રહ્યું છે.અને તેના પ્રત્યે પણ પાણી પુરવઠાના જવાબદારો બેદરકારી દાખવતા પંથકના લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે.ત્યારે વહેલી તકે પીવાનું પાણી આપવા પ્રજાની માંગ ઉઠવા પામેલ હોવાનું જાણવા મળે છે.
છેલ્લા એક માસથી અપાતું પીવાનું પાણી બંધ છે.તેમજ પાણી ચાલુ હોય ત્યારે આઠ-આઠ દિવસે પાણી આપવામાં આવે છે.જ્યારે અમો પીવાના પાણીની સમસ્યા નિવારવા માટે 300 થી 400 રૂપિયા સુધી ના ભાવે ટેન્કર મંગાવીએ છીએ.અને અમો પાણી પુરવઠામાં રજૂઆત કરીએ છીએ ત્યારે મોટર બળી ગયેલ છે અને નવીન મોટર નાખીએ એટલે પાણી ચાલુ થઈ જશેના જવાબો આપવામાં આવે છે.
*લક્ષ્મણભાઈ લબાના,સ્થાનિક બલૈયા*
પાડલીયા સેક્શનની મોટર બળી જતા એક માસથી પાણી બંધ થયેલ છે.અને આ બાબતે અમોએ કલેકટર સાહેબને પણ રજૂઆત કરેલ છે.અને નવું ટેન્ડર પણ થઈ ગયેલ છે.અને હાલ બલૈયા સહિત આસપાસના દસેક જેટલા ગામડાઓમાં પાણી બંધ છે. નવીન મોટર આવી જાય એટલે પાણી ચાલુ થઈ જશે.
*દીક્ષિત ભાઈ,પાણી પુરવઠા શાખા, ઝાલોદ ઇજનેર*