રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડાયો:ટાટા સિગ્ના ટેન્કરમાંથી 1.67 કરોડનો દારૂ જપ્ત, રાજસ્થાનના બે શખ્સની ધરપકડ.!
દાહોદ તા.14

દાહોદ લોકલ ક્રાઈમ બ્રાન્ચે કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખંગેલા ચેકપોસ્ટ પર મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ટાટા કંપનીના સિગ્ના ટેન્કરમાંથી રૂ. 1.16 કરોડની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો છે. ટેન્કરમાંથી 871 પેટીમાં કુલ 16,236 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો છે. પોલીસે બે મોબાઈલ ફોન અને રૂ. 50 લાખની કિંમતનું ટેન્કર પણ જપ્ત કર્યું છે. કુલ મુદ્દામાલની કિંમત રૂ. 1.67 કરોડ થાય છે.એલસીબીને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી મુજબ, સફેદ રંગનો 20 ટાયરવાળો ટાટા સિગ્ના ટેન્કર (GJ-12-BW-0864) મધ્યપ્રદેશના પીટોલથી ગુજરાત તરફ દારૂનો જથ્થો લઈ જઈ રહ્યો હતો. પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના બે શખ્સની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં ડ્રાઈવર ગણેશ પોકરરામ અને ક્લીનર ભુરારામજી નાથુરામનો સમાવેશ થાય છે.એલસીબીને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. બાતમી મુજબ, સફેદ રંગનો 20 ટાયરવાળો ટાટા સિગ્ના ટેન્કર (GJ-12-BW-0864) મધ્યપ્રદેશના પીટોલથી ગુજરાત તરફ દારૂનો જથ્થો લઈ જઈ રહ્યો હતો. પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના બે શખ્સની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં ડ્રાઈવર ગણેશ પોકરરામ અને ક્લીનર ભુરારામજી નાથુરામનો સમાવેશ થાય છે. જોકે પોલીસ હવે દારૂનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને તેની પાછળ કોણ છે તેની તપાસ કરી રહી છે. આ કાર્યવાહીમાં એલસીબીના PI એસ.એમ. ગામેતી, આર.જે. ગામીત, ડી.આર. બારૈયા અને એસ.જે. રાઠોડની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી