સંજેલી :- મહેન્દ્ર ચારેલ…
સંજેલીમાં આઈજી ની અધ્યક્ષસ્થાને લોકસંવાદ કાર્યક્રમમાં કામોમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉછળ્યો..
સંજેલી નગરમાં ગટર, બોર,મીની એલાઈ સહિતના કામો કાગળ પર એસીબીના પી.આઈને તપાસ કરવા સુચના..
10 લાખ 47 હજારનો ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ સામે ગુનો નોંધવા અરજી કરી..
સંજેલી તા. ૧૧
સંજેલી ગ્રામ પંચાયતમાં છ જેટલા કામો કાગળ પર થયા હોવાના આધાર પુરાવા સાથે લઈ આઈ.જી સમક્ષ રજૂઆત કરાતા ચકચાર મચી જવા પામી..દસ લાખથી વધુ કૌભાંડનો પપરદા ફાસ્ટ કરવા માટે ઈર્શાદ મોડાસાસિયા નામના અરજદારે પંચાયત અને તાલુકાના TDO સામે ગુનો નોંધવા રજૂઆત કરી હતી..
સંજેલી સ્માર્ટ પોલીસ મથક ખાતે આઈ.જી અન્સારી સાહેબ સમક્ષ રજૂઆત હળહળતું કૌભાંડ આચર્યું હોવાનું અરજદારે જણાવ્યું હતું કે સ્થળ પર કામો ન થયા હોવાની વિગત આપી અને તાત્કાલિક આઈ.જી સાહેબે અરજદારની અરજી ધ્યાને લઈ એસીબીને બે દિવસમાં તપાસ પૂર્ણ કરી કાર્યવાહી કરવા સૂચનો કરતા ચકચાર મચી જવા પામી છે..
સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં 2022/23 માં 6 જેટલા કામો સ્થળ પર ના હોવાની રજૂઆત કરવામાં આવી..સંજેલી ગ્રામ પંચાયતમાં વિકાસના કામો કાગળ પર થયા હોવાની રજૂઆત ગ્રામ સભામાં પ્રશ્ન ઉછળ્યો અને અરજદાર દ્વારા તાલુકા જિલ્લા અને મુખ્ય પોલીસ સહિત નિયામક કચેરી લાંસ રૂશ્વત બ્યુરોમાં ઈર્શાદભાઈ રહીમ મોડાસીયા દ્વારા રજૂઆત કરતા તાલુકામાં ખડભડાટ મચી જવા પામી હતી..
સંજેલી ગ્રામ પંચાયતમાં 2022/23 ના વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરી કાગળ પર કામ થયા હોવાની રજૂઆતો અલગ અલગ કચેરીઓમાં રજૂઆત કરી તપાસની માંગ કરાતા દોડધામ મચી જવા પામી હતી પરંતુ તપાસના નામે મીંડુ હોય તેમ કોઈપણ જાતની તપાસ ન થતા સંજેલી સ્માર્ટ પોલીસ મથકે લોક દરબારમાં આઈ.જી સાહેબને રજૂઆત કરી હતી..
આઈ.જી ના અધ્યક્ષ સ્થાને સંજેલી સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે લોક સંવાદ કાર્યક્રમ યોજાયો હતો તેમાં અરજદાર દ્વારા ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત થઈ જેમાં નીચે મુજબના કામોમાં 10 લાખ ઉપરાંત નો ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત કરી.
કામો ની યાદી
1)ટીસાના મુવાડા ગામે ભાણપુર ફાટક ફળિયામાં મીની એલઆઈનું કામ.
2) સંજેલી ગામે આદિવાસી ચોક ઉપર મીની એલઆઈ નું કામ.
3) સંજેલી ગામે મોડાસિયા ફળિયામાં બોરવિથ મોટર નું કામ.
4) સંજેલી ગામે મિલ ફળિયામાં નવીન બસ સ્ટેશન ઉપર જતા રસ્તા પર ગટરનું કામ.
5) સંજેલી ગામે નવી વસાહત ફળિયામાં નવા બસ સ્ટેન્ડ સુધી ગટરનું કામ.
6) માંડલી રોડ થી નવા બસ સ્ટેશન સુધી ગટરનું કામ/ મિલ ફળિયામાં નવા બસ સ્ટેશન અનીશના ઘરથી રાવતના ઘર સુધી ગટરનું કામ.
6 જેટલા કામ કાગળ પર થયા હોવાની પંચાયતના સરપંચ,તલાટી અને ટીડીઓ વિરુદ્ધ અરજી કરી.10 લાખ 47 હજારનો આરોપ સાથે અલગ અલગ કચેરીઓમાં અરજી કરી કાયદેસરની તપાસ કરી કાર્યવાહી કરવા અરજદાર એ બાયો ચડાવી…
સંજેલી પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં આઈ.જી સાહેબને 6 જેટલા કામોમાં ભ્રષ્ટાચાર અંગે મેં રજૂઆત કરી હતી જે આઈ. જી સાહેબે એસીબીને તપાસ સોપી કાર્યવાહી કરવા જણાવ્યું હતું..
ઈર્શાદ મોડાસિયા સંજેલી..
સ્થળ પર કામો છે 6 જેટલા કામોનો મુદ્દો બહુ ચાલી રહ્યો છે એ અંગે બે દિવસમાં રૂબરૂ અરજદારોને બોલાવીને માહિતી પૂરી પાડવામાં આવશે.
તાલુકા વિકાસ અધિકારી કુણાલ ડામોર.સંજેલી