Tuesday, 25/11/2025
Dark Mode

ઝાલોદમા એસ.બીઆઈ.આઈની આધુનિક નવી બિલ્ડીંગનુ ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે ઉદ્ઘાટન દાહોદ જિલ્લો, પંચમહાલ તેમજ મહીસાગરની એસ.બી.આઈ બઁકો કરતા ઝાલોદની બેંકનું બિલ્ડીંગ સહુ થી મોટી

August 11, 2025
        714
ઝાલોદમા એસ.બીઆઈ.આઈની આધુનિક નવી બિલ્ડીંગનુ ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે ઉદ્ઘાટન  દાહોદ જિલ્લો, પંચમહાલ તેમજ મહીસાગરની એસ.બી.આઈ બઁકો કરતા ઝાલોદની બેંકનું બિલ્ડીંગ સહુ થી મોટી

રિપોર્ટર દક્ષેશ ચૌહાણ ઝાલોદ

ઝાલોદમા એસ.બીઆઈ.આઈની આધુનિક નવી બિલ્ડીંગનુ ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે ઉદ્ઘાટન

દાહોદ જિલ્લો, પંચમહાલ તેમજ મહીસાગરની એસ.બી.આઈ બઁકો કરતા ઝાલોદની બેંકનું બિલ્ડીંગ સહુ થી મોટી

ઝાલોદ તા. ૧૧ઝાલોદમા એસ.બીઆઈ.આઈની આધુનિક નવી બિલ્ડીંગનુ ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે ઉદ્ઘાટન દાહોદ જિલ્લો, પંચમહાલ તેમજ મહીસાગરની એસ.બી.આઈ બઁકો કરતા ઝાલોદની બેંકનું બિલ્ડીંગ સહુ થી મોટી

    ઝાલોદ નગરમાં 1934 થી કાર્યરત એવી એસ.બી.આઈ જે ભરત ટાવર પાસે હતી આ બેંકનુ કામકાજ વધતા આ બેંકનુ બિલ્ડીંગ નાનું લાગતું હતી અને જેના લીધે બેંક અને ગ્રાહક વચ્ચેની કામગીરીમા તકલીફ પડતી હતી. ઘણા વર્ષોથી એસ.બી.આઈ બેંક ગ્રાહકોને વધુ સરળતાથી સેવા આપી શકે તે માટે નવીન જગ્યા શોધખોળ કરતા હતા. આખરે એસ.બી.આઈ બેંકને બસ સ્ટેશન વિસ્તાર થી દાહોદ જતા રસ્તા પર સુંદરમ હોસ્પિટલ પાસે નંદનવન કોમ્પ્લેક્ષમા નવું ભવન મળી જતાં આજરોજ 11-08-2025 ના સોમવારના રોજ નવી બિલ્ડીંગમા બેંક શિફ્ટ કરી દીધી હતી. આ બેંકનુ શુભારંભ ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. ઝાલોદમા એસ.બીઆઈ.આઈની આધુનિક નવી બિલ્ડીંગનુ ધારાસભ્ય મહેશ ભૂરીયાના હસ્તે ઉદ્ઘાટન દાહોદ જિલ્લો, પંચમહાલ તેમજ મહીસાગરની એસ.બી.આઈ બઁકો કરતા ઝાલોદની બેંકનું બિલ્ડીંગ સહુ થી મોટી

     જાણવા મળેલ માહિતી મુજબ દાહોદ, પંચમહાલ, મહીસાગર તેમજ બરોડા ઝોન કરતા ઝાલોદ એસ.બી.આઈ બેંકનુ નવીન બિલ્ડીંગ મોટી છે. જેથી એસ.બી.આઈના કર્મચારીઓ અને ગ્રાહકોનુ કામ ખૂબ જલ્દી અને ઝડપી થઈ જશે. આજથી આ બેંકે ગ્રાહકોની સેવામાં વધારો કરતા ગોલ્ડ લોન આપવાનું પણ ચાલું કરેલ છે. 

      ગોધરા બ્રાંચ એસ.બી.આઈ બેંકના રીજીઓનલ મેનેજર સંજય અગ્રવાલે માહિતી આપતા કહ્યું હતું કે નવીન એસ.બી.આઈનુ બિલ્ડીંગ ગ્રાહકોને ઉત્તમ અને સરળતાથી પારદર્શક સેવા આપવામા મદદરુપ બનશે. ઝાલોદ એસ.બી.આઈનો હાલ વ્યાપાર 150 કરોડનો છે. જેમાં લોન અને ડિપોઝીટનો સમાવેશ થાય છે. તેમજ હાલ આ બ્રાંચ 95000 ઉપરાંત ગ્રાહકોને સેવા આપી રહેલ છે. આ દરેક ગ્રાહકો બેંક દ્વારા ચાલતી અનેક યોજનાઓનો લાભ લઈ રહેલ છે. નવા બિલ્ડીંગમા હવે બેંકનો વ્યાપાર તેમજ ગ્રાહકો માટેની નવીન સેવામાં હજુ વધે તે માટે ગોલ્ડ લોન પણ ચાલુ કરવામાં આવેલ છે જેથી આવનાર દિવસોમાં બેંક હજુ વધુ સુંદર અને સરસ કામગીરી કરી શકે. 

    ઝાલોદ એસ.બી.આઈ બેંકના બ્રાંચ મેનેજર નીલેશ ઢુંઢીયાએ માહિતી આપતા કહ્યું કે ભારતની સહુ થી ટોચ પર રહેતી એવી આ બેંક ઝાલોદમા 1934 થી કાર્યરત હતી હવે ગ્રાહકોને ડિજિટલ સ્વરૂપે વધુ સરળ કામગીરી મળે તેમજ ગ્રાહકને આપવામાં આવતી સર્વિસમા વધારો થાય તે હેતુથી આ બેંકને નવીન બિલ્ડીંગમા સ્થળાંતર કરેલ છે. તેમજ ઝાલોદ તાલુકાની જનતાને આ બેંકની સેવા વધુમાં વધુ લે તે માટે આવકાર આપવામાં આવેલ હતું. 

    આજના બેંકના નવીન ભવનમા સ્થળાંતર પ્રસંગે એસ.બી.આઈ ગોધરાના રીજીઓનલ મેનેજર સંજય અગ્રવાલ ,ધારાસભ્ય મહેશ ભૂરીયા , ડી.વાય.એસ.પી ડી.આર.પટેલ, નગરપાલિકા ચીફ ઓફિસર ટી.બી. ભાભોર , ટી.પી.ઓ રોશનીબેન બીલવાળ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલ હતા. તમામ ઉપસ્થિત મહેમાનોએ બેંક ઉત્તરોત્તર પ્રગતિ કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતું. આજના આ સુંદર પ્રસંગને દિપાવવા આવેલ સહુ મહેમાનોનો ઝાલોદ એસ.બી.આઈ બ્રાંચ મેનેજરે નીલેશ ઢુંઢીયાએ સહુનો આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!