ઝાલોદ નગરનાં ઠક્કરબાપા સોસાયટી સામે MGVCLની ડીપીમાં આગ: આગ લાગતાં આજુબાજુ રહેશો ના ઘરોમાં અંધારપટ, સ્થાનિકોએ પાણી નાખી કાબૂમાં લીધી

Editor Dahod Live
2 Min Read

દક્ષેસ ચૌહાણ :- ઝાલોદ 

ઝાલોદ નગરનાં ઠક્કરબાપા સોસાયટી સામે MGVCLની ડીપીમાં આગ: આગ લાગતાં આજુબાજુ રહેશો ના ઘરોમાં અંધારપટ, સ્થાનિકોએ પાણી નાખી કાબૂમાં લીધી

દાહોદ તા. ૯

ઝાલોદ નગરનાં ઠક્કરબાપા સોસાયટી સામે આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની ડીપીમાં મોડી સાંજે અચાનક આગ લાગી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડો ફેલાતાં આસપાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.

સ્થાનિક લોકોએ તાત્કાલિક પગલાં લઈને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ સમયસરના પગલાંને કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

આ ઘટનાને કારણે ડીપીને નુકસાન થતાં આજુબાજુના રહેશો ના ઘરોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. લોકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો. સ્થાનિકોએ તુરંત MGVCLના અધિકારીઓને આ ઘટનાની જાણ કરી હતી. પરંતુ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ન હતા.આ બાબતે રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. સ્થાનિક રહેવાસી નિતેશ ગરાસીયાએ જણાવ્યું કે, “અમે આગ પર કાબૂ મેળવવા માટે ઝડપથી પગલાં લીધાં. પરંતુ વીજ કંપનીની ઉદાસીનતાને કારણે અમારે રાત્રે અંધારામાં રહેવું પડ્યું 

આ ઘટનાએ વીજ વિતરણ કંપનીની કામગીરી પર પણ સવાલો ઉભા કર્યા છે. MGVCLના અધિકારીઓએ જણાવ્યું કે, ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. ડીપીના સમારકામનું કામ ઝડપથી શરૂ કરવામાં આવશે.રહેવાસીઓએ માંગ કરી છે કે આવી ઘટનાઓ ન બને તે માટે નિયમિત જાળવણી અને તાત્કાલિક પગલાં લેવામાં આવે. આ ઘટનાએ ઠક્કરબાપા સોસાયટીના રહીશોને વીજ વ્યવસ્થા અને તેના સંચાલન અંગે ચિંતા વ્યક્ત કરી છે. હાલ તો, સ્થાનિકો વીજ પુરવઠો પુનઃસ્થાપિત થાય તેની રાહ જોઈ રહ્યા છે.

Share This Article