આરોગ્ય વિભાગ દ્વારા ગરબાડા તાલુકાના અર્બન વિસ્તારમાં મેલેરિયા ડેન્ગ્યુ એન્ટીલાર્વલ સર્વેલન્સ કરવામાં આવ્યો 

Editor Dahod Live
2 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

આરોગ્ય વિભાગ દ્વારા ગરબાડા તાલુકાના અર્બન વિસ્તારમાં મેલેરિયા ડેન્ગ્યુ એન્ટીલાર્વલ સર્વેલન્સ કરવામાં આવ્યો 

ગરબાડા તા. ૭

 તારીખ ૦૭ ઓગસ્ટ ને ગુરુવાર ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ઉદય ટિલાવત સર તેમજ જિલ્લા મલેરીયા અધિકારી અતીત ડામોર તેમજ ગરબાડા તાલુકા આરોગ્ય અધિકારી

ડો અવિનાશ ડામોર સાહેબ ના માર્ગદર્શન હેઠળ અને એમની સલાહ સૂચન અનુસાર ગરબાડા અર્બન એરિયા ખાતે મલેરીયા ડેન્ગ્યુ એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી કરવામાં આવી જેનું સઘન સુપરવિઝન તાલુકા મેલ સુપરવાઈઝર કે સી કટારા તેમજ તાલુકા મલેરીયા સુપરવાઈઝર ગોવિંદ સોની અને PHC મીનાકયાર ઈ/ચા.સુપરવાઈઝર કે આર બારીયા દ્વારા કરવામાં આવ્યું હતુ.જેમા ગરબાડા ગામ મા ડેન્ગ્યુ મલેરીયા એન્ટીલાર્વલ સર્વેલન્સ કામગીરી અતંર્ગત કુલ ૦૮ ટીમો બનાવવામાં આવી હતી.આ ટીમ ને તાવ નો ૧ કેસ મળી આવેલ હતો.આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા પાણી ભરેલા પાત્રો જેમાં પાણીની ખુલ્લી તથા બંધ

ટાંકીઓ,માટલાઓ,ફ્રિજ,કુલર,ફુલદાનીઓ,પાણીના પીપ,વગેરે જેવા કુલ ૧૭૮૬ પાત્રો તપાસતા જેમાંથી ૦૭ પોઝિટિવ પાત્રો મળી આવ્યા હતા જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.સાથે આ ટીમો દ્વારા ગરબાડા ગામ મા ઘરે ઘરે ફરી મલેરીયા,ડેન્ગ્યુ જેવા રોગો વિશે લોકોને સમજ આપવામા આવી સાથે લોકોને સાંજે પોતાના ઘરની અંદર લીમડાના પાન નો ધુમાડો કરવા તેમજ વરસાદી પાણી નો વધુ સંગ્રહ ન કરવા તેમજ પાણીને ઢાંકીને રાખવાનુ આરોગ્ય વિભાગ દ્વારા સુચન કરવામા આવ્યુ હતુ…આ સર્વે PHC મિનાકયાર તેમજ ઝરીબુઝર્ગ ના MPHW તેમજ ગરબાડા ના FHW બેનો અને આશાબેનો દ્વારા કરવામા આવી હતી.

Share This Article