સંજેલી સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે પંચમહાલ જિલ્લાના રેન્જ આઇ.જી આર.વી અન્સારીની અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો  70 જેટલા અરજદારોએ ઢગલાબંધ રજૂઆત કરી રોડ, સ્ટ્રીટ લાઈટ, પાણી, સીસીટીવી, આઉસ પોસ્ટ, પેટ્રોલિંગ વધારવા સહિતની અનેક રજૂઆત કરી..

Editor Dahod Live
3 Min Read

સંજેલી :- મહેન્દ્ર ચારેલ..

સંજેલી સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે પંચમહાલ જિલ્લાના રેન્જ આઇ.જી આર.વી અન્સારીની અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો 

70 જેટલા અરજદારોએ ઢગલાબંધ રજૂઆત કરી રોડ, સ્ટ્રીટ લાઈટ, પાણી, સીસીટીવી, આઉસ પોસ્ટ, પેટ્રોલિંગ વધારવા સહિતની અનેક રજૂઆત કરી..

સંવાદ કાર્યક્રમમાં તાત્કાલિક TDO, મામલદાર, આચાર્ય સહિત આરોગ્ય વિભાગને બોલાવ્યા..

સંજેલી તા. ૭

સંજેલી સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ પંચમહાલ જિલ્લાના રેન્જ આઇ.જી આર. વી.અન્સારી અને જિલ્લા પોલીસવડા રાજદીપસિંહ ઝાલાની અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો..

આ કાર્યક્રમમાં સંજેલી. લીમડી. સુખસર. સહિતના સંજેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના સરપંચો સહિત આગેવાનો અને અરજદાર મોટી સંખ્યામાં વ્યક્તિગત આઈ.જી સમક્ષ 60 થી 70 જેટલા અરજદારોએ અલગ અલગ રજૂઆત કરી જેમાં ઉબડખાબડ રસ્તાઓ, ગંદકી, સ્ટ્રીટ લાઈટ, સીસીટીવી કેમેરા, કુવાનું પાણી પીવા લાયક નથી, આઉટ પોસ્ટ ચાલુ કરવા, એકલવ્ય સ્કૂલ પર જીઆઇડી મૂકવા સહિતની અલગ અલગ આઈ. સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.. રાજ્ય સરકારનો ઉપદેશ છે પ્રજાના પ્રશ્નો તેમના વિસ્તારમાં જઈ સાંભળવા જે અનુસંધાને સંજેલી સ્માર્ટ પોલીસ સ્ટેશન ખાતે સંવાદ નો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુખસર અને સંજેલી લીમડી પોલીસ સ્ટેશનના નાગરિકોને મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું આ મિટિંગમાં આજે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે 70 જેટલા નાગરિકોએ જુદા જુદા પ્રશ્નોની રજૂઆત કરી તેમના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા કેટલાક પ્રશ્નો પોલીસ વિભાગને લાગતા હતા જે આઉટ પોસ્ટ મંજૂર થઈ છે એ શરૂ કરવા બાબતે સીસીટીવી કેમેરા અગત્યની જગ્યા ઉપર મુકવા બાબત એકલવ્ય સ્કૂલ આવેલી છે જેમાં રાત્રી સમયે જીઆઇડીનો પોઇન્ટ મૂકવા તેમજ રાત્રી પેટ્રોલિંગ વધારવા માટે રજૂઆત મળી હતી અને તે સિવાય અન્ય વિભાગોની પણ રજૂઆત નાગરિકો દ્વારા કરવામાં આવી કેટલાક વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટ બંધ ઉબડખાબડ રસ્તાઓ ઝડપથી રીપેર થાય તે અનેક રજૂઆતો સામે આવી હતી પોલીસ વિભાગ ને લગતા પ્રશ્નો છે તેના નિરાકરણ માટે આ ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અને સાથે પોલીસ એસ.પી રાજદીપસિંહ ઝાલા દાહોદ પણ હાજર રહ્યા હતા જે પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવી શકે તેનું અરજદારની હાજરીમાં જ નિરાકરણ લાવવા સૂચના કરી છે જે જગ્યા પર આઉટ પોસ્ટ નથી ત્યાં ગામ લોકો અને આગેવાનો મારફતે કોઈ જમીન પોલીસ વિભાગને આપવા માટે તૈયાર છે ત્યાં તાત્કાલિક સ્ટાફ મૂકવા પોલીસ અધિકક્ષને સૂચના આપવામાં આવી છે સંજેલી નગરમાં સીસીટીવી કેમેરા મુકવા સૂચના આપવામાં આવી સાથે સાથે નેત્રંગ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે ત્રીજા પેજમાં જેમનું કામ ચાલી રહ્યું છે તો એના અંતર્ગત લીમડી અને ઝાલોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીસીટીવી કેમેરા નાખવાની કામગીરી ચાલી રહી છે જે ગ્રામ્ય વિસ્તારોની જે રજૂઆતો આવી છે પંચાયત અને પોલીસ વિભાગ અને બીજા સંકલિત વહીવટી વિભાગો સંકલન કરી ઝડપથી કેમેરા મૂકવામાં આવશે તેમ પંચમહાલ ગોધરા રેન્જ આઈ જી દ્વારા જણાવ્યું હતું…

Share This Article