સંજેલી સ્માર્ટ પોલીસ મથકે આવતીકાલે ગુરુવારે લોક દરબાર યોજાશે.. *પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ-ગોધરા રેન્જ ગોધરા જી.પંચમહાલનાઓની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવશે*

Editor Dahod Live
1 Min Read

સંજેલી મહેન્દ્ર ચારેલ..

સંજેલી સ્માર્ટ પોલીસ મથકે આવતીકાલે ગુરુવારે લોક દરબાર યોજાશે..

*પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ-ગોધરા રેન્જ ગોધરા જી.પંચમહાલનાઓની અધ્યક્ષતામાં લોક દરબાર યોજવામાં આવશે*

સંજેલી તા. ૬

 સંજેલી સ્માર્ટ પોલીસ મથકે આવતીકાલે ગુરુવારે પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ-ગોધરા રેન્જ ગોધરા જી.પંચમહાલનાઓની અધ્યક્ષતામાં પોલીસ મહાનિરીક્ષક ગોધરા રેન્જ ગોધરા તથા પોલીસ અધિક્ષક દાહોદનાઓએ દાહોદ જીલ્લાના સંજેલી, લીમડી તથા સુખસર પોલીસ સ્ટેશન વિસ્તારના નાગરિકોની ફરિયાદો, રજુઆતો સાંભળવા અને તેનો સમયમર્યાદામાં નિરાકરણ થાય તે હેતુથી “લોક સંવાદ સેતુ (લોક દરબાર)” કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

તા.૦૭/૦૮/૨૦૨૫ ને ગુરૂવારના રોજ ક.૧૧/૩૦ વાગ્યે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે આયોજન કરવામા આવનાર હોય સંજેલી, લીમડી,સુખસર પોલીસ સ્ટેશનના નાગરિકોને તેઓના પ્રશ્નો/રજુઆતો વ્યકત કરવા (ડી.આર.પટેલ) નાયબ પોલીસ અધિક્ષક, ઝાલોદ દ્વારા જણાવાયું છે.

Share This Article