Saturday, 02/08/2025
Dark Mode

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રોપણીના સમયે ખેરગામમાં ખેડૂતો ખાતરની અછતથી પારાવાર હેરાન થઇ રહ્યા હોય ખાતર અછત નિવારણ માટે પગલાં લેવા માટે નવસારી કલેકટરને રજુઆત કરી.

August 2, 2025
        256
સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રોપણીના સમયે ખેરગામમાં ખેડૂતો ખાતરની અછતથી પારાવાર હેરાન થઇ રહ્યા હોય ખાતર અછત નિવારણ માટે પગલાં લેવા માટે નવસારી કલેકટરને રજુઆત કરી.

રાજેશ વસાવે :- દાહોદ 

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રોપણીના સમયે ખેરગામમાં ખેડૂતો ખાતરની અછતથી પારાવાર હેરાન થઇ રહ્યા હોય ખાતર અછત નિવારણ માટે પગલાં લેવા માટે નવસારી કલેકટરને રજુઆત કરી.

નવસારી તા. ૨

હાલમાં રોપણીની સીઝન હોય અને ખાતરની તીવ્ર અછતથી ખેરગામ તાલુકાના ખેડૂતોની હાલત ખુબ જ દયનિય બની છે.આ બાબતે મીડિયા સાથેની વાતચીતમા સમસ્ત આદિવાસી સમાજના નવસારી જિલ્લા પ્રમુખ ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે 

ગતરોજ પણ ખેડૂતોમાંથી મર્યાદિત ટોકન ધારક ખેડૂતોને જ ખાતર અપાયું હોવાથી ભારે વિમાસણ ભરેલ પરિસ્થિતિ ઉભી થવા પામી હતી અને ખેડૂતોને જરૂરતની સામે પા ભાગની જ બેગોથી કામ ચલાવવું પડે એવી સ્થિતિ ઉભી થઇ હતી.ખેરગામ તાલુકો આદિવાસી બહુમતિ ધરાવતો તાલુકો છે અને આદિવાસીઓનો મુખ્ય ખોરાક જ ડાંગર છે અને ડાંગરની રોપણી કરતા ખેડૂતોને ફોસ્ફેટ અને યુરિયા ખાતરની જરૂરિયાત સતત રહેતી હોય છે જયારે તેઓ હાલમા ખાતરની સામનો કરી રહેલ છે.આથી ખેડૂતોએ ખાતરની અછત નિવારણ માટે રજૂઆત કરવા વિનંતી કરેલ છે.ખેરગામમાં એક દુકાને ખાતરનું વિતરણ શરૂ થતા સવારથી જ દુકાન બહાર ખેડૂતોની ભીડ જોવા મળી હતી,જેમાં દુકાનદાર પાસે ખાતરનો જથ્થો મર્યાદિત હોવાથી થોડી સંખ્યામાં ખેડૂતોને જ ખાતર આપી શકાયું હતું.દુકાન માલિક દ્વારા જમીનના દસ્તાવેજો જોઈ ખાતરનું વિતરણ કરવામાં આવ્યું હતું.શરૂઆતમાં 200 જેટલા ટોકન આવ્યા બાદ આવતા બીજાં ખેડૂતોને તો ના પાડવામાં આવી હતી.આથી લાંબો ધક્કો થતાં ઘણા ખેડૂતો ખાતર વગર નિરાશ જોવા મળ્યા હતા.ખેરગામ ખાતે સબસિડીવાળા ખાતરની મંજૂરી સરકાર દ્વારા એક જ દુકાનમાં ખેરગામમાં ખાતરનું વિતરણ થાય છે.ત્યારે અલગ અલગ દુકાનોમા સરકારી સબસીડીવાળું ખાતર પર્યાપ્ત માત્રામાં પ્રાપ્ત થાય તે માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!