Saturday, 02/08/2025
Dark Mode

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઇ.જી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો*    *ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પંચમહાલ જિલ્લા રેન્જ આઇ.જી આર વી અસારીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો*

August 1, 2025
        652
ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઇ.જી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો*     *ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પંચમહાલ જિલ્લા રેન્જ આઇ.જી આર વી અસારીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો*

બાબુ સોલંકી:- સુખસર

*ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઇ.જી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો* 

  *ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પંચમહાલ જિલ્લા રેન્જ આઇ.જી આર વી અસારીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો*

સુખસર,તા.31

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે રેન્જ આઇ.જી ની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો*    *ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે પંચમહાલ જિલ્લા રેન્જ આઇ.જી આર વી અસારીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો*

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે ગુરુવારે 11:00 કલાકે પંચમહાલ જિલ્લા રેન્જ આઇ.જી આર.વી અસારીની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો હતો.આ લોક દરબારમાં ફતેપુરા તાલુકાના આજુબાજુના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પોતાની રજૂઆતો જાહેરમાં તેમજ વ્યક્તિગત રીતે આઈ.જી સમક્ષ કરી હતી.બારસાલેડા ગામના મેહુલભાઈ તાવિયાડ દ્વારા રજૂઆત કરતા જણાવ્યું હતું કે, આદિવાસી બહુલ ધરાવતા દાહોદ પંચમહાલ મહીસાગર જેવા જિલ્લાઓમાં દારૂબંધી ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે તો ફતેપુરા નગરના રોડ રસ્તા,ગટર,ગંદકી જેવા મુદ્દાઓને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.સરસવા પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા બલૈયા ગામે નવીન પોલીસ સ્ટેશન માટેની રજૂઆત કરી હતી.ફતેપુરા તાલુકામાં પરપ્રાંતીય લોકો વેપાર કરવાના બહાને ચોરી જેવા ગુનાને અંજામ આપી રહ્યા છે.તો આવા વ્યક્તિઓની તપાસ કરવામાં આવે તેમજ તેમને ભાડા પેટે આપવામાં આવતી દુકાનો,મકાનો જે તે પોલીસ સ્ટેશનમાં રજીસ્ટ્રેશન કરાવી આપવું જેથી કરીને ક્યારેક આવી ગુનાહિત પ્રવૃત્તિ કરી આરોપીઓ ફરાર ન થઈ જાય.સ્થાનિક વ્યક્તિ દ્વારા ફતેપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફનો વધારો કરવો,નવા પોલીસ ભવન બનાવવા જેવા મુદ્દાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. તદુપરાંત પોલીસ સ્ટેશનનુ વાર્ષિક ઇન્સ્પેક્શન પણ કરવામાં આવ્યું હતું. પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલને પડતી મુશ્કેલી વ્યક્તિગત તેમજ જાહેરમાં સાંભળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!