દાહોદમાં સાપે ડંખ મારતા યુવક સાપ લઈ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોચ્યો, હોસ્પિટલ તંત્ર ચોકી ઉઠ્યું..  બોરડીમાં લઘુશંકા કરવા ગયેલા યુવકને સાપે ડંખ માર્યો તો પકડીને બરણીમાં પુરી દીધો

Editor Dahod Live
2 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

દાહોદમાં સાપે ડંખ મારતા યુવક સાપ લઈ ઝાયડસ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોચ્યો, હોસ્પિટલ તંત્ર ચોકી ઉઠ્યું..

 બોરડીમાં લઘુશંકા કરવા ગયેલા યુવકને સાપે ડંખ માર્યો તો પકડીને બરણીમાં પુરી દીધો

દાહોદ તા.18

સામાન્ય પણે સર્પદંસ છતાં માણસ આઘાતમાં સરી પડે છે. અને સારવાર માટે તલ પાપડ થાય પરંતુ દાહોદમાં એક અસામાન્ય ઘટના બની જેનાથી સો કોઈ ચોકી ઉઠ્યા હતા. આ ઘટના દાહોદના બોરડી ગામના ભીલવાડા વિસ્તારમાં બની હતી. જેમાં એક યુવક ઘરના બાથરૂમમાં લઘુસંકા કરવા જતા સાપે દંશ માર્યો હતો. પરંતુ યુવકે સેજ પણ ભય વગર હિંમત રાખી આ સાપને બરણીમાં પૂરી દીધો હતો. એટલું જ નહીં આ સાપને તેની સાથે લઈ દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. જે કારણે આ દ્રશ્યો જોઈને હોસ્પિટલના સ્ટાફ પણ ચોકી ઉઠ્યા હતા.

દાહોદ તાલુકાના બોરડી ગામના પારસીગ બીલવાળ નામના યુવકને ઘરની બહાર આવેલા બાથરૂમમાં લઘુશંકા દરમિયાન સાપે ડંખ માર્યો હતો. આ યુવકે હિંમતભેર તરત જ સાપને શોધી પકડી લીધો અને પ્લાસ્ટિકની બરણીમાં બંધ કર્યો હતો. ત્યારબાદ 108 ઈમરજન્સી સેવાની મદદથી તે સાપ સાથે દાહોદની ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યો હતો. હોસ્પિટલના સ્ટાફે સાપને બરણીમાં જોઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું.સ્થાનિક જાણકારોના મતે આ સાપ બિનઝેરી હોવાનું મનાય છે. જો કે, હજુ સુધી સાપની પ્રજાતિની ચોક્કસ માહિતી મળી નથી. હાલમાં પારસીગની સ્થિતિ સ્થિર છે. તબીબી સ્ટાફ તેની સારવાર કરી રહ્યો છે. અને યુવક જે સાપને બરણીમાં લઈને આવ્યો હતો. તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડી મૂકવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે બનેલી આ ઘટનાએ બોરડી ગામ સહિત દાહોદમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Share This Article