Saturday, 12/07/2025
Dark Mode

*દાહોદ તાલુકાના નગરાળા ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત યોજાઈ રેલી *

July 11, 2025
        39
*દાહોદ તાલુકાના નગરાળા ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત યોજાઈ રેલી *

રાજેશ વસાવે :- દાહોદ 

*દાહોદ તાલુકાના નગરાળા ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત યોજાઈ રેલી *

*” વિકસિત ભારતની નવી પહેચાન માં બનવાની ઉંમર એ જ હોય, જ્યારે શરીર અને મન તૈયાર હોય” થીમ અંતર્ગત વિશ્વ વસ્તી દિનની કરાઈ ઉજવણી*
દાહોદ તા. ૧૧

*દાહોદ તાલુકાના નગરાળા ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત યોજાઈ રેલી *

વિકસિત ભારતની નવી પહેચાન માં બનવાની ઉંમર એ જ હોય, જ્યારે શરીર અને મન તૈયાર હોય” થીમ અંતર્ગત વિશ્વ વસ્તી દિનની ઉજવણી અંતર્ગત મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને અધિક જીલ્લા આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ નગરાળાના જાહેર માર્ગો પર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી માટે રેલી યોજવામાં આવી હતી. આ રેલીને મેડિકલ ઓફીસરશ્રી એ લીલી ઝંડી આપી ને રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી નગરાળા ગામના જાહેર રસ્તાઓ પર વસ્તી વધારાની સમસ્યા અને વસ્તી નિયંત્રણ અંગે મોડા લગ્ન, બાળલગ્નો અટકાવવા, નાનું કુટુંબ સુખી કુટુંબ, દંપતીને જરૂરિયાત મુજબ બિન કાયમી પદ્ધતિ જેવી કે પુરૂષો માટે નિરોધ, સ્ત્રીઓ માટે ગર્ભ નિરોધક ગોળીઓ, અંતરા ઇન્જેક્શન, બે બાળકો વચ્ચે ગાળો રાખવો કોપર ટી, બે કે તેથી વધુ બાળકો વાળા દંપતીઓમાં પુરૂષો માટે કાપા કે ચીરા વગરની નસબંધી, સ્ત્રીઓ માટે લેપ્રોસ્કોપી અને ટાકાવાળું ઓપરેશન તેમજ કુટુંબ કલ્યાણ પદ્ધતિઓ અપનાવનાર લાભાર્થીઓને મળતા આર્થિક લાભો અને દિકરી યોજના વિશે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.*દાહોદ તાલુકાના નગરાળા ખાતે વિશ્વ વસ્તી દિવસની ઉજવણી અંતર્ગત યોજાઈ રેલી *

આ રેલીમાં એસ.આર કડકિયા સ્કૂલ ઓફ નર્સિંગની વિધાર્થીનીઓ શ્રીગોપાલભાઈ પી ધાનકા એમ એસ ડબલ્યુ કોલેજના વિધાર્થીઓ ગુજર ભારતી આશ્રમ શાળાના વિધાર્થીઓ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના CHO તથા MPHW અને આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો અને ગ્રામજનો જોડાયા હતા.

000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!