
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
સંજેલી તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા ચૈતર વસાવાના સમર્થનમાં વિરોધ કરી સૂત્રોચાર કર્યા..
આદિવાસીનો મસિહાના નેતા ચૈતર વસાવાને છોડવામાં ન આવે તો તીર કામઠા લઇ આંદોલનની ચીમકી..
અમે આદિવાસીઓ ડરિયા નથી અને ડરીશું નહીં તાનાશાહી સરકાર સામે લડીશુ. જય જોહાર.
સંજેલી તા. 08
દેડીયાપાડા એસડીએમ કચેરીમાં એક બેઠક બોલાવી હતી તેમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે બબાલ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાની ઘરપકડ કરતા રાજકીય માહોલ ગરમાયા બાદ અને આદિવાસી સમાજ દ્વારા સૂત્રોચાર સાથે આદિવાસીઓમાં રોષ જોવા મળ્યો..
સંજેલી નગરમાં જુના બસ સ્ટેશન ખાતે ગુરુ ગોવિંદ ચોક આગળ સંજેલીના આદિવાસી પરિવાર દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી ઉતર્યા અને તાનાશાહી સરકાર સામે સૂત્રોચાર કરવામાં આવ્યા જો ચૈતર વસાવાને જેલ મુક્ત ના કરવામાં આવે તો તીર કામઠા લઈને રોડ પર ઊતરી આંદોલન પર ઉતારવાની ચીમકી ઉતારી..
દેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસી નો મોસીહા ગણાતા નેતા ને ખોટા કેસમાં ફસાવી દેવાતા હોવાના આક્ષેપો સાથે સૂત્રોચાર કરવામાં આવ્યા તાત્કાલિક ચૈતર વસાવાને જેલમાંથી છોડાવવામાં ન આવે તો અંબાજી થી ઉમરગામ સુધીના આદિવાસી સમાજ દ્વારા તીરકામઠા લઈને ઉગ્ર આંદોલન આંદોલન પર ઉતરવા કટિબંધ ની તૈયારી..
આદિવાસી સમાજ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધનો અવાજ ઉઠાવનાર ચૈતર વસાવા એ આખી ભાજપા સરકારને હલાવી નાખી આદિવાસી નેતા આ ભ્રષ્ટાચારને ઉજાગર ન કરે તે માટે આ તાનાશાહી સરકારનું સડિયંત્ર રચાઈ રહીયુ અને ખોટા કેસમાં ફસાવાનું કાવતરું રચી રહ્યા છે અને ચૈતર વસાવાને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવીયો તેવા આદિવાસીઓ આક્ષેપો કરી રહ્યા છે..
દાહોદ જિલ્લામાં અગાઉ છ નકલી કચેરીઓ ઉભી કરી કરોડોનું કૌભાંડ આચારવામાં આવ્યું તે વિષયમાં પણ ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા હતા અને તાજેતરમાં પણ બચુભાઈ ખાબડના પુત્ર દ્વારા કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું તે અંતર્ગત પણ ચૈતર વસાવાને રાજકીય
ચીનાખોરી કરીને જેલની અંદર રાખવામાં આવ્યા હતા જે અંતર્ગત આદિવાસી પરિવાર દ્વારા સૂત્રોચાર કરી સરકારને કહેવા માંગે છે કે જ્યારે જ્યારે આદિવાસીઓનો હક અધિકારીઓની લડાઈ હોય ત્યારે સરકાર આદિવાસીઓને નકલવાદી ત્રાસવાદી એવા નામથી બોલાવે છે અને જેલની અંદર કરે છે જેથી અમે આદિવાસીઓ ચૈતર વસાવાના સમર્થનમાં ઊભા છે અને સપોર્ટ કરીએ છીએ બળાત્કારીઓ અને ભૂ માફિયાઓને અને કરોડોનું ભ્રષ્ટાચાર ઉપર એ ફાર થાય છે પરંતુ કોઈ પણ જાતનો એક્શન લેવાતો નથી અને આદિવાસીઓ નેતાઓ પર કઈ પણ થાય ત્યારે મુદ્ધુ અને તાનાશાહી મક્કમ સરકાર અને પોલીસ તંત્ર હરકતમાં આવે છે અને અમારા નેતાઓ પર ખોટા કેશો દાખલ કરવામાં આવે છે અને હેરાન કરવામાં આવે છે અમે આદિવાસી હવે સહન કરી લેવાના નથી જરૂર પડે તો અમારો આદિવાસી સમાજ તીરકામઠા અને ગોફણ લઈ લડી લેવા પાછા નહીં પડીયે કાયદો અને કાનૂન પણ હાથમાં લઈશુ રસ્તાઓ પર ઉતરસુ અને ઉગ્ર આંદોલન કરશુ તેમ આપના પ્રમુખ કે ખુલ્લો પ્રહાર કરીને જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું કે ડર્યા નથી અને ડરીશું નહીં તાનાશાહી સરકાર સામે લડતા રહીશું જય જોહાર જય આદિવાસીના નારા સાથે સંજેલી નગરમાં તાનાશાહી સરકાર સામે વિરોધ કરી ચૈતર વસાવા ના સમર્થન માં જોડાયા..