
ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર: કેબિનેટ મંત્રી કુબેર ડીંડોર ના પિતાશ્રીના બેસણામાં મુખ્ય પ્રધાનની હાજરી: શ્રદ્ધાંજલિ અર્પિત કરી..
સંતરામપુર તા. ૬
મહીસાગર જિલ્લાના સંતરામપુર ટાઉન હોલમાં આજે રવિવારે શિક્ષણ અને આદિજાતિ વિકાસ મંત્રી ડો. કુબેરભાઈ ડિંડોરના પિતા સ્વ. મનસુખભાઈ મોતીભાઈ ડિંડોરનું બેસણું યોજાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બેસણામાં હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સ્વ. મનસુખભાઈનું 2 જુલાઈના રોજ નિધન થયું હતું. તેમની અંતિમવિધિ તેમના વતન સંતરામપુર તાલુકાના ભંડારા ગામમાં કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ શિક્ષણમંત્રી કુબેરભાઈ અને તેમના પરિવારજનોને સાંત્વના પાઠવી.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સોમાભાઈ મોદી સહિતના નેતાઓએ હાજરી આપી. રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ધારાસભ્યો અને અધિકારીઓ પણ બેસણામાં ઉપસ્થિત રહ્યા. મહીસાગર અને આસપાસના જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં લોકો અને સમાજના અગ્રણીઓએ પણ સ્વ. મનસુખભાઈને શ્રદ્ધાંજલિ આપી..