
ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર તાલુકાના સૂકાટીંબામાં વૃક્ષ કાપવા મામલે 6 લોકો સામે ફરિયાદ.
સંતરામપુર તા. ૬
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના સુકાટીંબા ગામમાં વર્ષો જૂના લીમડાના વૃક્ષને કાપવાના મામલે છ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી જયેશકુમાર રણછોડભાઈ પટેલના ઘર આગળ આવેલા લીમડાને કાપી નાખવામાં આવ્યો હતો.
સંતરામપુર પોલીસ સ્ટેશનમાં જયંતી પટેલ, ધનંજય પટેલ, રાકેશ પટેલ, નવીન પટેલ, ભરત પટેલ અને યતિન પટેલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, આ વૃક્ષ નડતરરૂપ ન હોવા છતાં કાપી નાખવામાં આવ્યું હતું.
ફરિયાદીએ જ્યારે આ લોકોને વૃક્ષ કાપતા રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને ગાળો બોલવામાં આવી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. વૃક્ષ પડવાથી ત્યાં પાર્ક કરેલા ટ્રેકટરને પણ નુકસાન થયું હતું.
આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો હોવા છતાં વૃક્ષ કાપી નાખવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં લીમડાના વૃક્ષને કાપતા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.