Saturday, 12/07/2025
Dark Mode

લીમખેડા સરકારી હોસ્ટેલમાં ની અસરથી 98 વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાઈ..  લીમખેડા,પીપલોદ સીએસસી તેમજ દુધિયા પીએચસી સેન્ટરમાં વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ એકત્રિત કર્યા 

July 3, 2025
        1113

DahodLive

લીમખેડા સરકારી હોસ્ટેલમાં ની અસરથી 98 વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાઈ..

 લીમખેડા,પીપલોદ સીએસસી તેમજ દુધિયા પીએચસી સેન્ટરમાં વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ એકત્રિત કર્યા 

 આરોગ્ય વિભાગની 8 થી 10 ટીમોએ હોસ્ટેલ પરિસરમાં જ અન્ય વિદ્યાર્થીનીઓનો હેલ્થ સ્ક્રિનિંગ કર્યું..

દાહોદ તા.03

લીમખેડા સરકારી હોસ્ટેલમાં ની અસરથી 98 વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાઈ..  લીમખેડા,પીપલોદ સીએસસી તેમજ દુધિયા પીએચસી સેન્ટરમાં વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ એકત્રિત કર્યા 

દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે આવેલી મોડર્ન સ્કૂલમાં કાર્યરત ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલ, મંડોરની 98 જેટલી વિદ્યાર્થિનીઓને સાંજના ભોજન બાદ ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના બની હતી.જે બાદ તમામ અસરગ્રસ્ત વિધાર્થીનીઓને 108 એમ્બયુલેન્સ તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રની વિવિધ એમ્બ્યુલન્સ મારફતે વિવિધ CHC તેમજ PHC સેન્ટર તેમજ 8 જેટલી વિદ્યાર્થીનીઓને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.તેમજ બાકી બચેલી વિદ્યાર્થીનીઓનો સરકારી હોસ્ટેલમાં જ આરોગ્ય વિભાગની 9 થી 10 ટીમોએ હેલ્થ સ્ક્રિનિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

 ધાનપુર તાલુકાના લુખડીયા ગામે ચાલતી ગર્લ્સ લિટરસી રેસિડેન્શિયલ સ્કૂલ, મંડોરની વિદ્યાર્થીનીઓને ત્યાં જગ્યા ના હોવાના કારણે લીમખેડા તાલુકાની મોર્ડન સ્કૂલ પરિસરમાં આવેલી સરકારી હોસ્ટેલમાં રાખવામાં આવી હતી ગઈકાલે સાંજના સમયે હોસ્ટેલની 370 વિદ્યાર્થીનીઓ માટે કઢી ખીચડી અને ચણાની સબ્જીની રસોઈ બનાવવામાં આવી હતી. સાંજના ભોજન બાદ રાત્રિના નવ વાગ્યાના અરસામાં હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને ઉલટી ઉબકા અને પેટમાં દુખાવા સાથે ફૂડ પોઈઝનિંગ ની અસર થતા તબિયત લથડી હતી.જેના લીધે શાળા સંચાલકોમાં દોડધામ મચી ગઈ હતી. અને 108 મારફતે પ્રથમ 12 જેટલી વિદ્યાર્થીનીઓને 108 એમ્બ્યુલન્સ દ્વારા લીમખેડા સીએસસી સેન્ટર ખાતે લઈ જવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન લીમખેડા પ્રાંત અધિકારી તેમજ આરોગ્યની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને હોસ્ટેલ પરિસરમાં જ સારવાર આપવાની શરૂઆત થઈ હતી પરંતુ વિદ્યાર્થીઓની હાલત જોતા તેઓને સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવી હતી. રાતના 1:30 વાગ્યા સુધીમાં પીપલોદ સીએસસી માં 14, લીમખેડા સીએસસી માં 14, દુધિયા પીએચસી માં 62 તેમજ દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં 8 વિદ્યાર્થીનીઓ મળી કુલ 98 જેટલી વિદ્યાર્થીનીઓને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ તેમજ સામુહિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સમાં દવાખાને પહોંચાડવામાં આવી હતી. આ સિવાયની બાકી બચેલી વિદ્યાર્થીનીઓને શાળા પરિસરમાં જ આરોગ્ય વિભાગની 8 થી 10 ટીમોએ હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. આરોગ વિભાગ દ્વારા સાવચેતીના ભાગરૂપે વિવિધ આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરોની ટીમ અને બેડ સ્ટેન્ડ બાય રાખ્યા હતા. ઘટનાના પગલે આરોગ્ય વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજા દિવસે દાહોદના સાંસદ કલેકટર બીમાર વિદ્યાર્થીનીઓની મુલાકાત લેવા પહોંચ્યા હતા. 

*હોસ્ટેલના ખાવામાં ડિટર્જન્ટ પાવડરની આશંકા:ફૂડ વિભાગે નમુના એકત્રિત કર્યા.*

લીમખેડા સરકારી હોસ્ટેલમાં ની અસરથી 98 વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાઈ..  લીમખેડા,પીપલોદ સીએસસી તેમજ દુધિયા પીએચસી સેન્ટરમાં વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ એકત્રિત કર્યા 

 ફૂડ પોઈઝનિંગના બનાવમાં ઘટના સ્થળ પર પહોંચેલી ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમોએ બાળકીઓએ જે ખાવાનું ખાધું હતું.તેના નમુના એકત્રિત કર્યા હતા. જોકે ખાવામાંથી ડિટર્જન્ટ પાવડરની સ્મેલ આવતી હોવાની આશંકા ઉભી થઇ હતી. જેના પગલે અત્યારે તો ફૂડ વિભાગે નમુના એકત્રિત કરી લેબમાં મોકલ્યા છે 14 દિવસમાં રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે કે બાળકીઓને ફૂડ પોઈઝનિંગ શેના લીધે થયું હતું.

*હોસ્ટેલ પરિસરમાં ગંદકીથી કલેકટર અને પ્રાંત દ્વારા શાળા સંચાલકોને ઠપકો આપ્યો, ખાવા પીવાની અન્ય વ્યવસ્થા કરી.*

લીમખેડા સરકારી હોસ્ટેલમાં ની અસરથી 98 વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાઈ..  લીમખેડા,પીપલોદ સીએસસી તેમજ દુધિયા પીએચસી સેન્ટરમાં વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ એકત્રિત કર્યા 

 ઘટના બાદ દાહોદ કલેકટર યોગેશ નિર્ગુડે, પ્રાયોજના વહીવટદાર યોગેન્દ્ર મીણા તેમજ લીમખેડા પ્રાંત અધિકારી વાય કે વાઘેલા હોસ્ટેલની મુલાકાતે પહોંચ્યા હતા. દરમિયાન હોસ્ટેલ પરિસરમાં ગંદકી જોતા બંને અધિકારીઓ શાળા સંચાલકો પર અકળાયા હતા તેમને ઠપકો આપ્યો હતો. ખોરાકી ઝેરની અસરના પગલે તંત્ર દ્વારા વિદ્યાર્થીનીઓના જમવા માટે બાજુની સ્કૂલમાં ગોઠવણ કરી હતી જ્યારે પીવાનું પાણી બંધ કરી બોટલ વાળું મિનરલ વોટર સપ્લાય કરવા માટે આદેશો કર્યા હતા.

*હોસ્ટેલ કેન્ટિંગમાંથી 14 જેટલા ઘરેલુ ગેસના બાટલા જપ્ત કર્યા, કોન્ટ્રાક્ટરને નોટિસ અપાઈ.:- વાય કે વાઘેલા પ્રાંત અધિકારી લીમખેડા*

લીમખેડા સરકારી હોસ્ટેલમાં ની અસરથી 98 વિદ્યાર્થીનીઓની તબિયત લથડતા સારવાર અર્થે ખસેડાઈ..  લીમખેડા,પીપલોદ સીએસસી તેમજ દુધિયા પીએચસી સેન્ટરમાં વિદ્યાર્થીનીઓ સારવાર હેઠળ, ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સેમ્પલ એકત્રિત કર્યા 

 હોસ્ટેલની કેન્ટીંગમાં તપાસ દરમિયાન પેન્ટિંગ સંચાલકનો લાયસન્સ પૂરું હોવાનું જાણવા આવ્યું હતું. તેનો લાયસન્સ રીન્યુ ન હોવાનું સામે આવતા આ મામલે કેન્ટિંગ ધારકને નોટિસ આપવામાં આવી છે. તો બીજી તરફ 14 જેટલા ઘરેલુ ગેસના બાટલા મળી આવતા મામલતદાર દ્વારા બોટલો સીઝ કરી ગેસ એજન્સીમાં જમા કરાવ્યા છે. એટલું જ નહીં ખાવામાં ડિટર્જન્ટ પાવડર ની સ્મેલ આવતી બાબતે પૂછપરછ હાથ કરતા મીઠા ની જગ્યાએ ખાવાનો સોડો ખીચડીમાં નાખી હોવાનું પ્રિન્સિપલ દ્વારા કબુલાત કરવામાં આવી છે. જે અંગે food વિભાગ દ્વારા રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરાશે.

*સરકારી હોસ્ટેલની આચાર્ય તેમજ શિક્ષકો ગેરહાજર રહેતા હોવાની બૂમો,દોષીતો સામે કાર્યવાહી થશે :- યોગેન્દ્ર મીણા પ્રયોજના વહીવટદાર દાહોદ.*

 સરકારી હોસ્ટેલમાં તપાસ દરમિયાન સામે આવ્યું છે કે હોસ્ટેલના પ્રિન્સિપલ રીટાબેન જોશી અને શિક્ષકો ગેરહાજર રહેતા હોવાનો મુદ્દો સામે આવ્યો છે. આ મામલે બંનેને નોટિસ આપી ખુલાસા માંગ્યા છે આ સિવાય ફૂડ પોઈઝનિંગના કેસમાં રિપોર્ટ આવ્યા બાદ જે પણ દોશી હશે તેના સામે ચોક્કસથી કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!