
રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લામાં નાણાકીય સમાવેશન અંતર્ગત વિવિધ યોજનાઓની સંતૃપ્તિ માટે ૧ જુલાઈ થી ૩૦ સપ્ટેમ્બર 2025 સુધી ઝુંબેશ યોજાશે
દાહોદ તા. ૩
નાણાકીય સેવા વિભાગ, નાણા વિભાગ,નવી દિલ્હી ભારત સરકાર દ્વારા પ્રેરીત સમગ્ર ભારતના તમામ ગામોમાં તેની સાથે દાહોદ જિલ્લામાં તમામ ગામ સ્તરે નાણાકીય સમાવેશન અંતર્ગત યોજનાઓના સંતૃપ્તિ માટે ૧ જુલાઈ ૨૦૨૫ થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી ત્રણ માસની ઝુંબેશ યોજાશે
૧. હાલના નિષ્ક્રિય PMJDY ખાતાઓ હેઠળ KYC ની ચકાસણી.
૨. સામાજિક સુરક્ષા યોજનાઓ જેમ કે PMJBY, PMSBY અને APY હેઠળ નોંધણી.
૩. PMJDY હેઠળ બેંક ખાતા વગરના પુખ્ત વયના લોકો માટે બેંક ખાતું ખોલવું.
૪. ડિજિટલ છેતરપિંડી નિવારણ પર જાગૃતિ સત્ર.
આજ થી આ ઝુંબેશની શુભ શરુઆત બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન ,પાલી તા. લીમખેડા ખાતેથી કરવામા આવી. આ કાયૅક્રમમા શ્રી વાય કે વાધેલા પ્રાંત અધિકારીશ્રી લીમખેડા, શ્રી જે એસ પરમાર લીડ બેન્ક મેનેજર ,શ્રી રાહુલ બંગર ડીડીએમશ્રી નાબૉડ, શ્રી પ્રકાશ રાવત ટીડીઓશ્રી લીમખેડા, બેન્ક મેનેજરશ્રી તેમજ ગ્રામજનો જોડાયા હતા.
વાય કે વાધેલા પ્રાંત અધિકારીશ્રી લીમખેડાએ ધરતી આબા કાયૅક્રમની વિસ્તૃત માહિતી આપી હતી. તેમજ શ્રી જે એસ પરમાર લીડ બેન્ક મેનેજર ,શ્રી રાહુલ બંગર ડીડીએમ,જેમણે સામાજિક સુરક્ષા યોજનાઓ વિસ્તૃત માહિતી આપી હતી.
000