
સિંગવડમાં તાજેતરમાં બનેલો રસ્તો પ્રથમ વરસાદમાં ધોવાઈ જતા અકસ્માતનો ભય, કોન્ટ્રાક્ટરની કામગીરી સામે પ્રશ્નાર્થ.??
સિંગવડ તાલુકાના પસાયતા થી લુખાવાડા જતો રસ્તો હમણાં જ બનાવવામાં આવ્યો ત્યાં તો પહેલા વરસાદમાં જ નાળા અને ડામર રસ્તા પર ખાડા પડી જતા અકસ્માત નો ભય સેવાઈ રહ્યો છે.
સીંગવડ તા. ૨૯
સિંગવડ તાલુકાના પસાયતા થી લુખાવાડા જતા ડામર રસ્તો હમણાં જ મે મહિનામાં બનાવવામાં આવ્યો ત્યાં તો પહેલા વરસાદ પડવા ની સાથે આ નાળા તથા ડામર રસ્તા પર ખાડા પડ્યા હતા જેના લીધે ત્યાંથી નીકળતા મોટરસાયકલ ચાલકો તથા વાહનચાલકો માં એક્સિડન્ટ થવાનો ભય રહેતો હોય છે જ્યારે આ રસ્તાની સાઈડોમાં પણ ખાડા પડ્યા હતા જ્યારે ડામર રસ્તા ને નવો બનાવ્યા ને વધારે ટાઈમ નહીં થયો હોવા છતાં નાળા અને ડામર રસ્તા પર ખાડા પડી જતા આવું તકલાદી કામ કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવવાથી લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે આ ડામર રસ્તો અને નાળુ બનાવ્યા ને વધારે ટાઈમ નહીં થયો હોવા છતાં આ ડામર રસ્તા ઉપર ખાડા પડવાથી મોટી જાનહાની થઈ શકે તેમ છે તે માટે જે પણ કોન્ટ્રાક્ટર એ સરકારી તંત્ર દ્વારા આ નાળું બનાવવામાં આવ્યું તેને ફટાફટ રીપેરીંગ કરીને વ્યવસ્થિત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે।