ડુંગરા ગ્રામ પંચાયતમાં તલાટી વીસીની મિલી ભગત 200 રૂપિયા દાખલા ના વસુલી કરતા હોવાના આક્ષેપો સાથે TDO ને રજૂઆત…. ડુંગરા ગ્રામ પંચાયતના ઓપરેટર ગેરકાયદેસર નાણા લીધા હોવાનું અરજદારે સોગંદનામુ સાથે ટીડીઓને રજૂઆત..

Editor Dahod Live
2 Min Read

સંજેલી :-  મહેન્દ્ર ચારેલ..

ડુંગરા ગ્રામ પંચાયતમાં તલાટી વીસીની મિલી ભગત 200 રૂપિયા દાખલા ના વસુલી કરતા હોવાના આક્ષેપો સાથે TDO ને રજૂઆત….

ડુંગરા ગ્રામ પંચાયતના ઓપરેટર ગેરકાયદેસર નાણા લીધા હોવાનું અરજદારે સોગંદનામુ સાથે ટીડીઓને રજૂઆત..

ઓનલાઇન સિસ્ટમ અને સરકારના પરિપત્ર વિરુદ્ધ જઈ રૂપિયા લેતા હોવાનો ઓપરેટર,તલાટી પર આક્ષેપ..

સંજેલી મહેન્દ્ર ચારેલ..

 

સંજેલી તાલુકા વિકાસ અધિકારીને અગાઉ પણ આ દાખલાના વધુ પૈસા વસૂલતા હોવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ અધિકારીઓએ તપાસ કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનું પણ અરજદારે જણાવ્યું હતું..

ઓનલાઇન સિસ્ટમને પણ ઘોળીને પી જતા હોવાના આક્ષેપો સાથે ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયતના તલાટી તેમજ વીસી ઓપરેટર દાખલા ના ₹200 લેતા હોવાના સોગંદનામાં સાથે અરજદારે આક્ષેપ કર્યો અને કહ્યું જો તલાટી અને વીસી ઉપર કાર્યવાહી ના થાય તો ફરિયાદ નોંધાવાની પણ ચીમકી અરજદારે ઉચ્ચારી છે.

સંજેલીના ડુંગરા ગ્રુપ ગ્રામ પંચાયત માં પાંચ જેટલા ગામોનો સમાવેશ થાય છે જેમાં અણીકા, સરોરી, કકરેલી, લવારા, ડુંગરા જેમાં 8000 જેટલી વસ્તી ધરાવતી આ પંચાયત છે.. તલાટી પોતાની મનમાની ચલાવીને સરકારના પરિપત્ર ના વિરુદ્ધ જઇ વીસી સાથે મળી દાખલા ના પૈસા લેતા હોવાનું અરજદાર દ્વારા સોગંદનામુ સાથે રજૂઆત કરતા ખળભળાટ મચી જવા પામી છે..

ડુંગરા ગ્રામ પંચાયતના તલાટી અને કોમ્પ્યુટર ઓપરેટર પોતાની મનમાની ચલાવી ગરીબ લોકોના પાસેથી આવક જાતિના દાખલોના 200 રૂપિયા લઈ દાખલા આપતા હોવાનું 50 નો સ્ટેમ્પ કરી સોગંદનામાં સાથે રજૂઆત કરતા તાલુકામાં ખળભળાટ મચી જવા પામેલ છે..

સંજેલી તાલુકામાં ઓનલાઈન સિસ્ટમને પણ એસી તેસી કરી તલાટી અને વીસી દ્વારા મન ફાવે એટલા પૈસા વસૂલી કરી દાખલા આપતા હોવાના આક્ષેપો સાથે ડુંગરાના વીરસીંગભાઇ દ્વારા રજૂઆત કરવામાં આવી જેમાં ઘરવેરા આવક ના દાખલા બીપીએલ ના દાખલા ના 200 રૂપિયા લેતા હોવાનો આક્ષેપ અને સાથે પંચાયત ના રેકર્ડ પર જમા ઉધાર ન લેતા હોવાનો પણ આક્ષેપ કરાયો…

Share This Article