હિતેશ કલાલ @ સુખસર
ફતેપુરાના ઘાણીખુટના યુવકને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા પંથકમાં ગભરાટ,રિપોર્ટ કર્યાના બે દિવસ દરમિયાન કોના કોના સંપર્કમાં આવ્યો તેની તપાસ જરૂરી,બે દિવસથી મામલતદાર કચેરીમાં સ્ટેમ્પના એફિડેવિટ માટે ગયો હોવાની માહિતી મળી.સુખસરમાં ફર્યો હોવાની વાતને લઇ લોકોમાં ગભરાટ ફેલાયો,સુખસર બેંક ઓફ બરોડા માં પણ નાણા ઉપાડવા માટે ગયો હોવાની માહિતી મળી.
સુખસર તા.02
ફતેપુરા તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા લક્ષ્યાંક મુજબ કોરોના રિપોર્ટ લેવામાં આવી રહ્યા છે જેમાં ૩૦ જૂનના રોજ ઘાણીખુટ ગામેથી પણ એક યુવકનું સેમ્પલ લેવાયું હતું. જેનું બે દિવસ બાદ કોરોના પોઝિટિવ આવ્યો હોવાની વાતને લઇ ખળભળાટ મચી જવા પામ્યો છે.બે દિવસ દરમિયાન આ યુવક કોના કોના સંપર્કમાં આવ્યો તેને લઈને લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે.બે દિવસથી કામ અર્થે મામલતદાર કચેરી પણ ગયો હોવાની માહિતી મળી હતી. હાલમાં આ યુવકને દાહોદ ખસેડાયો હતો તેમજ પરિવારના સભ્યોને હોમકોરોટાઇન કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
ફતેપુરા તાલુકાના ઘાણીખુટ ગામના રાજેશ વિનેશ મકવાણા ઉંમર ૨૨ ને કોરોના પોઝિટિવ હોવાનો રીપોર્ટ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા ૩૦ જૂનના રોજ લીધેલ સેમ્પલ નો બે દિવસ બાદ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. યુવક ત્રણ મહિના અગાઉ અમદાવાદ થી આવ્યો હતો.જ્યારે હાલમાં કોના સંક્રમણથી પોઝિટિવ થયો હોવાની વાતને લઇ લોકોમાં ગભરાટ ફેલાયો જોવા મળી રહ્યું છે. બે દિવસ દરમિયાન આ યુવક કોના કોના સંપર્કમાં આવ્યો તેમજ બે દિવસ થી આ યુવક એફિડેવિટ ના કામ માટે મામલતદાર કચેરી ગયો હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેથી મામલતદાર કચેરીમાં પણ કોના કોના સંપર્કમાં આવ્યો હશે જેને લઇને પંથકમાં ગભરાટ ફેલાઇ ગયો છે. આ યુવક સ્પષ્ટ અને સાચી માહિતી આપતું ન હોવાનું પણ આરોગ્ય વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું. હાલમાં યા આ યુવકને આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી સાથે દાહોદ ખસેડાયો હતો જ્યારે અન્ય પરિવારના સભ્યોને હોમ કોરોનટાઈમ આવ્યા હોવાનું જણાવ્યું હતું.
કોરોના સંક્રમિત આવેલા ધાણીખુટ ના યુવક આ પરિવારજનોને કોરોનટાઇન કરાયા: કોરોના પોઝિટિવ આવેલા યુવક તેમાં તેનો પરિવાર ટ્રાવેલ્સ તે બાબતે સહકાર આપતો નથી :- ડો.કે આર. હાડા (તાલુકા આરોગ્ય અધિકારી ફતેપુરા)
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આપેલા લક્ષણો મુજબ દૈનિક કોરોના બાબતે સેમ્પલ લેવાના હોય છે જેમાં આ યુવકના ૩૦ જૂને સેમ્પલ લેવાયા હતા જેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા વધુ સારવાર અર્થે દાહોદ ખસેડાયો છે તેમજ પરિવારના સભ્યોને હોમકોરોનટાઇમ હતા. મામલતદાર કચેરીએ કામ અર્થે ગયો હોવાની માહિતી મળી હતી. આ બાબતે યુવક તથા પરિવારજનો દ્વારા સાચી માહિતી આપવામાં આવતી નથી.