Friday, 22/11/2024
Dark Mode

ઝાલોદના પશુ ચિકિત્સકનું ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત નિપજતાં પશુપાલકો સહિત લબાના સમાજમાં ઘેરા શોકની લાગણી.. ફેલાઈ

ઝાલોદના પશુ ચિકિત્સકનું ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર માર્ગ અકસ્માતમાં મોત નિપજતાં પશુપાલકો સહિત લબાના સમાજમાં ઘેરા શોકની લાગણી.. ફેલાઈ

હિરેન પંચાલ @ ઝાલોદ 

ઝાલોદના પશુ ચિકિત્સક ધીરજ બામણનું અસ્કમાતમાં મોત.પશુઓથી લઈને ઝાલોદના પશુ દવાખાનાઓ ના આરોગ્યને સુધારવા વાળા અધિકારીના મોતથી પશુ પાલકો સહીત લબાના સમાજમાં ઘેરા શોક ની લાગણી, ઇન્દોર અમદાવાદ નેશનલ હાઇવે પર બાઇક સંતુલન ગુમાવતા પાછળથી પૂરઝડપે આવી રહેલા ટેન્કરના તોતિંગ પૈડાં ફરી વળતા પશુ ચિકિત્સકના ઘટનાસ્થળે પ્રાણપંખેરુ ઊડી ગયા, પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણમાં ગમગીની છવાઈ

ઝાલોદ તા.26

મૂળ દાહોદ ના ચંદવાણા ગામના વતની અને ઝાલોદમાં પશુ ચિકિત્સક તરીકે ફરજ બજાવતા ધીરજભાઈ બામણનું ગુરુવારે અકસ્માતમાં મોત થતાં પંથકના પશુપાલકો  સહીત લબાના સમાજમાં  ઘેરાશોકની લાગણી પ્રસરી જવા પામી છે.

ચંદવાણા ગામના વતની ધીરજભાઈ બામણ ઝાલોદના પશુ દવાખાને પશુ ચિકિત્સક તરીકે છેલ્લા બે વર્ષથી સેવા આપી રહ્યા હતા. તેઓ એ કાર્યકાળ દરમ્યાન ઝાલોદ તાલુકાના પશુઓના આરોગ્યની સંભાળ તો લીધી જ હતી. પરંતુ સાથે સાથે તેઓ એ પશુ દવાખાનાના આરોગ્યમાં પણ ખાસો એવો સુધારો લાવી દીધો હતો.

તેઓ ગુરુવારે સમી સાંજે ૬ વાગ્યા ના સુમારે તેમની મોટર સાઈકલ પર કોઈ કામ અર્થે કઠલાથી ખંગેલા તરફ જઈ રહ્યા હતા.જ્યાં વડબારા નજીક તેમની બાઈક નીચે પત્થર જેવું કંઇક આવી જતા.તેઓ નું બેલેન્સ બગડ્યું હતું. અને તેઓ રસ્તા પર પછડાયા હતા. એવામાં જ પાછળ થી આવી રહેલા ટેન્કરનું પાછલું વ્હીલ તેમના શરીર પર ચઢી જતાં તેઓ નું ઘટના સ્થળે જ મૌત થયું હતું.
તેઓની ફરજ દરમ્યાન તેઓએ પંથકના પશુપાલકો ને સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે માર્ગદર્શન પુરૂ પાડી પશુ પાલકો માં એક જાતનો વિશ્વાસ પણ કેળવ્યો હતો અને સાથે સાથે સંબધો પણ વિકસાવ્યા હતા.આથી જ તેઓ ની આ અણધારી વિદાય થી પંથક ના પશુપાલકો માં પણ ઘેરા આઘાત સાથે શોકની લાગણી પ્રસરી છે.પામી

error: Content is protected !!