Monday, 07/07/2025
Dark Mode

દાહોદમાં 4 પો.ઈન્સ. તેમજ 9 પીએસઆઇ મળી કુલ 13 પોલીસ અધિકારીઓની આંતરિક બદલીઓનો ગંજીપો ચીપાયો

દાહોદમાં 4 પો.ઈન્સ. તેમજ 9 પીએસઆઇ મળી કુલ 13 પોલીસ અધિકારીઓની આંતરિક બદલીઓનો ગંજીપો ચીપાયો

 રાજેન્દ્ર શર્મા @ દાહોદ 

દાહોદ જિલ્લામાં પીઆઇ, તેમજ પીએસઆઈઓની આંતરિક બદલીઓનો ગંજીફો ચીપાયો:જિલ્લા પોલીસવડાશ્રીએ જિલ્લામાં 4 પીઆઇ 9 પીએસઆઇની વહીવટી કારણોસર આંતરિક બદલીઓ કરી.

દાહોદ તા. 21
દાહોદ જિલ્લામાં પોલીસવડાશ્રીએ 4 પીઆઇ તેમજ 9 પીએસઆઇઓની વહીવટી કારણોસર બદલીઓ કરી હોવાનું પોલીસસુત્રો તરફથી જાણવા મળેલ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીની વચ્ચે આરોગ્ય વિભાગની સાથે પોલિસતંત્ર પણ રાતદિવસ સતત કામગીરીમાં જોતરાયેલો હતો. જ્યારે હાલમાં અનલોક 1 માં દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને નાથવામાં મહત્તમ સફળતા મળી છે. જ્યારે જિલ્લાભરમાં લગભગ મોટાભાગની છૂટછાટો મળતા પોલીસની કામગીરીનો ભારણ પણ ઓછો થયો છે. તેવા સંજોગોમાં જિલ્લા પોલીસવડાશ્રી હિતેશ જોયસરે જિલ્લામાં 4 પીઆઇ તેમજ 9 પીએસ આઈ સહીત 13 પોલિસ અધિકારીઓની વહીવટી કારણોસર આંતરિક બદલીઓનો ગંજીફો ચીપાયો છે. ત્યારે પોલીસતંત્ર થયેલી આંતરિક બદલીઓની વાત કરીએ તો દાહોદ રૂરલ પોલિસ મથકના પી.આઇ. બી.બી. બેગડીયાની દે. બારીયા સર્કલ પો. ઇન્સ. તરીકે બદલી કરાઈ છે. દે. બારીયા સર્કલ પો.ઈન્સ. આર. એફ.બારીયાની ઝાલોદ સર્કલ પો.ઈન્સ તરીકે બદલી કરાઈ છે. લીમડી પોલીસ મથકના પી.આઇ કે.જે. ઝાલાને દાહોદ એલ.આઈ.બી શાખામાં બદલી કરાઈ છે. જ્યારે દાહોદ એલ.આઈ.બી શાખાના પી.આઈ એચ.પી. કરેણની દાહોદ સર્કલ પો. ઈન્સ.માં બદલી કરાઈ છે. દાહોદ જિલ્લામાં 9 પીએસઆઈ ની આંતરિક બદલીની વાત કરીએ ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ એ.એ. રાઠવાની દેવગઢબારિયા ખાતે બદલી કરાઈ છે. રણધીકપુરના પી.એસ.આઈ પી. કે.જાદવની ગરબાડા પીએસઆઈ તરીકે બદલી કરાઈ છે. રીડર ટુ એસપીના પી.એસ.આઈ પી.બી.જાદવ લીમડી પીએસઆઈ તરીકે બદલી કરાઈ છે.લિવ રિઝર્વમાં મુકાયેલા પી.એસ.આઇ આર.ડી.ડામોરને દાહોદ રૂરલ પોલીસ મથકમાં બદલી કરાઈ છે.જ્યારે દાહોદ રૂરલ પોલીસ મથકના સેકન્ડ પી.એસ.આઇ એ.એન.પરમારને ફસ્ટ પીએસઆઈ તરીકે મૂક્યા છે. લીવ રિઝર્વ માં મુકાયેલા પી.એસ.આઇ જી.બી. રાઠવા ને સાગટાલા પીએસઆઈ તરીકે બદલી કરાઈ છે.લીવ રિઝર્વમાં મુકાયેલી પી.એસ.આઇ શ્રીમતી ડી.જે. પ્રજાપતિને રણધીકપુર પોલીસ મથકના પીએસઆઈ તરીકે બદલી કરાઈ છે. જ્યારે સાગટાળા પોલીસ મથકના પી.એસ.આઇ એ.ડી.પુવારની દાહોદ ટાઉન પોલીસ મથકમાં બદલી કરાઈ છે.

error: Content is protected !!