એક સપ્તાહમાં બીજા કર્મચારીની આત્મહત્યા: દેવગઢ બારીયા નાયબ વન સંરક્ષકની કચેરીમા રોજમદાર તરીકે ફરજ બજાવતા મહેશ બારીયાએ એસિડ ગટગટાવી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યુ
દાહોદ તા.18
દેવગઢ બારીયા તાલુકા મથકે આવેલ નાયબ વન સંરક્ષક અધિકારી દેવગઢ બારીયાની કચેરીના મુખ્ય અધિકારી ડી.સી.એફ ની આત્મહત્યાના એક સપ્તાહમાં જ વધુ એક કર્મચારીએ એસીડ ગટગટાવી આત્મહત્યા કરી લેતા ચકચાર સમગ્ર જીલ્લામા ચકચાર મચી જવા પામી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢ બારીયા તાલુકા મથકે આવેલા નાયક વન સંરક્ષક દેવગઢ બારીયાની કચેરી ના DCF તરીકે ફરજ બજાવતા આર.એમ.પરમારે કોઈક અગમ્ય કારણો સર ગત તારીખ 12મી જુલાઈ ના રોજ દાહોદ ખાતે આવેલા પોતાના મકાનમાં વહેલી સવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી જેને લઇ જીલ્લા સહિત વન વિભાગના ના અધિકારીઓમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો, ત્યારે હજી આ બનાવને એક સપ્તાહ નો સમય થયો નથી ત્યાં આજે ઓફિસમાં કાયમી રોજમદાર તરીકે ફરજ બજાવતા મહેશ ભીમાભાઇ બારીયા રહે.માતરીયા વેજમાં જે ગત તારીખ 16મી જુલાઈ ના રોજ ઘરેથી ઓફિસમાં જવું છું તેમ કહીને નીકળ્યા હતા અને સંતરોડ આવી કોઈ અગમ્ય કારણોસર જીવન ટૂંકાવવા માટે એસિડ ગટગટાવી જઈ તેમના પુત્ર રાકેશને આ બનાવ અંગે પોતે જ ટેલીફોન થી જાણ કરતાં તેના પરિવારજનો સંતરોડ ખાતે દોડી આવી સારવાર હેઠળ ગોધરા ખસેડ્યા હતા, જ્યાં તેમની તબિયત નાજુક જણાતા વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજ રોજ વહેલી સવારે સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતુ, ત્યારે એક જ સપ્તાહ ના ટૂંકા ગાળામાં કચેરી ના વડા તેમજ કચેરીના કાયમી રોજમદારની આત્મહત્યાથી વન વિભાગના કર્મીઓ મા ચકચાર મચી જવા પામ્યો છે, ત્યારે હવે આ બંને કર્મીઓના મોતને લઈ પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરશે તે જોવાનું રહ્યું.