સંજેલી તાલુકાના ચમારીયા ગામે રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે બાઈક અથડાતા બાઈકચાલકને હોસ્પિટલ લઇ જતા રસ્તામાં મોત નિપજ્યા હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકાના ચમારીયા ગામથી પસાર થઇ રહેલા બાઈક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે બાઈક અથડાતા બાઈક ચાલકને જીવલેણ ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ સ્થાનિકોએ ઈજાગ્રસ્ત યુવાનને 108 મારફતે સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાતા ફરજ પરના હાજર તબીબોએ મૃત જાહેર કરતા ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ સંદર્ભે સંજેલી પોલિસે લાશનો કબ્જો મેળવી પીએમ કરાવી આગળની તપાસ હાથ ધરી હોવાની પ્રાથમિક માહિતીઓ મળવા પામેલ છે.