દાહોદમાં આજરોજ વધુ એક કોરોના પોઝીટીવનો કેસ નોંધવા પામતા આરોગ્ય તંત્ર સહીત વહીવટી તંત્રમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું.
વધુમાં મળતી માહિતી અનુસાર ઝાલોદ તાલુકાના કદવાલ ના રહેવાસી 23 વર્ષીય જયદીપ દિનેશભાઇ પ્રજાપતિ નામક વ્યક્તિ ગતરોજ તા.13.06.2020 ના રોજ અમદાવાદથી દાહોદ આવ્યો હતો.અને તેને આઈ.એલ.આઈ ના લક્ષણો જણાતા તેને અત્રેના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા.જ્યાં તેમનો કોરોના પોઝીટીવનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.દાહોદમાં અત્યાર સુધીમાં કોરોના પોઝીટીવના 45 કેસો નોંધાવા પામ્યા હતા.જે પૈકી 42 લોકો સારવાર લઇ કોરોનામુક્તથતાં તેઓને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી.જ્યારે આજરોજ વધુ એક કોરોના સંક્રમિત દર્દી સાજો થઈ જતા હોસ્પિટલમાંથી રજા મળી હતી.ત્યારે એક્ટિવ કેસોની સંખ્યા 2 રહેવા પામી હતી.જે બાદ સાંજ પડતા પડતા કોરોના સંક્રમિત વધુ એક કેસ સામે આવતા કોરોના મુક્તિ તરફ જઈ રહેલા દાહોદનો રથ વધુ એક વખત અટકી પડયો હતો.જોકે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંક્રમિત આવેલા દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રીના આધારે શોધખોળ આદરી તેના સંપર્કમાં આવેલા લોકોને કોરોનટાઇન કરવાની તજવીજ હાથ ધરી હતી.