રાજેશ વસાવે :- દાહોદ
લીમખેડા-દાહોદ રેલવે સ્ટેશન પર DRM દ્વારા ઓચિંતી મુલાકાત.
પશ્ચિમ બંગાળમાં ટ્રેન દુર્ઘટના બાદ રતલામ મંડળમાં રેલવે સેફ્ટીને લઈ DRM દ્વારા નિરીક્ષણ..
ટ્રેનોના સંચાલન તેમજ ઓપરેટિંગ સિસ્ટમમાં રહેલી ખામીઓ તેમજ સુવિધા વધારવા નિર્દેશ
દાહોદ નજીક રતલામ એન્ડ પર અવારનવાર પશુઓ રેલવે ટ્રેક પર આવતા હોવાથી સુરક્ષા ને લઈ સવાલ.? રેલવેને આર્થિક નુકસાન.
દાહોદ તા.20
તાજેતરમાં પશ્ચિમ બંગાળના જલપાઈ સિલિગુડી નજીક ગુડસ ટ્રેન તેમજ પેસેન્જર ટ્રેનમાં થયેલી રેલ દુર્ઘટનામાં 15 થી વધુ લોકો અકાળે મૃત્યુ પામ્યા હતા. જેના પગલે આગામી સમયમાં રેલવેના કોઈપણ ઝોનમાં આવા પ્રકારની રેલ દુર્ઘટના ન થાય તે માટે તમામ ઝોનમાં સમાવિષ્ટ વિવિધ મંડળના મુખ્ય રેલ પ્રબંધકને ઓપરેટિંગ સિસ્ટમ તેમજ રેનોના સંચાલનમાં કોઈ આ સુવિધા અથવા કોઈ ખામી ન રહી જાય તે માટે મળેલ સૂચના અનુસાર આજરોજ રતલામ મંડળના ડી.આર.એમ રજનીશકુમાર, સિનિયર ડી ઇ એન તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓનો કાફલો લીમખેડા તેમજ દાહોદ રેલવે સ્ટેશન એ ડિરેક્ટર હેતુ કાફલો લીમખેડા તેમજ દાહોદ રેલવે સ્ટેશન પર આવ્યો હતો. જેમાં પ્રથમ ડીઆરએમ લીમખેડા ખાતે મંદગતિએ ચાલી રહેલા અમૃત ભારત રેલવે સ્ટેશનના કામોને લઈ અધિકારીઓને ખખડાવ્યા હતા. સાથે સાથે ઉપરોક્ત કામો ને ઝડપથી પૂર્ણ કરવા જરૂરી નિર્દેશ આપ્યા હતા.
ત્યારબાદ ડી આર એમ રજીશકુમાર દાહોદ રેલવે સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા જ્યાં મેલવાના અધિકારીઓ જોડે જીણામાં ઝીણી વિગત મેળવી ખાસ કરીને ઓપરેટિંગ તેમજ ટ્રેનોના સંચાલનને લઈ સિગ્નલ સિસ્ટમ તેમજ અન્ય કોઈ સિસ્ટમમાં ખામી કે જરૂરિયાતને લઈ વધુ સુવિધા પૂરી પાડવા શું કરી શકાય તે માટે અધિકારીઓ જોડે માહિતી પ્રાપ્ત કરી નિરીક્ષણ કર્યું હતું. સાથે સાથે અમૃત ભારતના ચાલી રહેલા કામોની સમીક્ષા પણ કરી હતી. અત્રે ઉલ્લેખની છે કે રેલવે સુવિધા અને સેફ્ટી ને લઈ ખાસ કરીને પશ્ચિમ બંગાળ રેલ દુર્ઘટના બાદ ગંભીર બની છે પરંતુ દાહોદ રેલવે સ્ટેશનના રતલામ એન્ડ પર અવારનવાર મૂંગા પશુઓ ટ્રેનોની અડફેટે આવે છે. જેના પગલે ટ્રેનોના સંચાલનમાં, ટ્રેનોની સેફ્ટીને લઈ સવાલો ઊભા થાય છે. સાથે સાથે આવા પ્રકારની ઘટનાથી ટ્રેનો સંચાલન કરવામાં રેલવેના ડિટેન્શન પણ મળે છે. સાથે સાથે વળતર સહિતની વિવિધ બાબતોને લઈ ઘણા ખરા કિસ્સાઓમાં રેલવેને આર્થિક રીતે નુકસાન પણ થાય છે. જે રેલવે માટે ચિંતા નો વિષય બની જવા પામેલ છે.