રાજેશ વસાવે :- દાહોદ
ડીજે સંચાલકો સામે તવાઇ, દાહોદ પોલીસે નિયમો સાથે નોટિફિકેશન બહાર પાડ્યું..
દાહોદ જિલ્લામાં પોલીસ અધિકારીઓના નંબરની યાદી સાર્વજનિક કરાઈ,મોટા આવા દે ડીજે વગાડતા તેમાં નિયમનો ભંગ કરનાર ડીજે સંચાલકો સામે 30 મિનિટમાં કાર્યવાહી થશે.
ઔદ્યોગિક વિસ્તારમાં,વાણિજ્ય વિસ્તારમાં,રેહણાક વિસ્તારમાં તેમજ શાંત વિસ્તારમાં અલગ અલગ કેટેગરીમાં ડીજે વગાડવા માટે ડિસેબલ નક્કી કરાયા..
દાહોદ તા.19
દાહોદ જિલ્લામાં તીવ્ર ઘોઘાટ અને કર્કશ અવાજથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા ડીજે સામે આદિવાસી સમાજ સમાજ બાદ વહીવટી તંત્ર દ્વારા લાલ આંખ કરી પણ કેટલાક નિયંત્રણો લાદી દેતા પંથકમાં ડીજે સામે તમારી આવી હોય કેમ જવાઈ રહ્યું છે. તાજેતરમાં આદિવાસી સમાજમાં દાહોદ મહીસાગર પંચમહાલ ભીલ પંચ, તેમજ બિરસા મુંડા ભવન દ્વારા આદિવાસી સમાજમાં ડીજે ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધા હતા તો કેટલાક કેસોમાં ડીજે સંચાલકો સામે કાર્યવાહી અંગેની રજૂઆતો પણ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી હતી. જોકે હવે ડીજે સામે પોલીસ તંત્રે પણ વિવિધ કેટેગરીઓમાં શરતી મંજૂરી સાથે ડીજે વગાડવા સામેનું નિયમો સાથેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે અંતર્ગત સુપ્રીમ કોર્ટના ચુકાદા અને ગૃહ વિભાગના પરિપત્રને અનુસરીને રાતના દસ વાગ્યાથી સવારના છ વાગ્યા સુધી પહેલેથી જ ડીજે વગાડવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. જોકે હવે સવારના છ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા દરમિયાન કેટલાક નિયમો સાથે ડીજે વગાડવા માટે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પરિપત્ર બહાર પાડ્યું છે. જેમાં દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલા ના માર્ગદર્શનમાં સવારના 6:00 વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા દરમિયાન વિવિધ કેટેગરીમાં એટલે કે ઔદ્યોગિક વિસ્તારમાં 65 ડેસિબલ, વાણિજ્ય વિસ્તારમાં 60 ડેસીબલ , રહેણાંક વિસ્તારમાં 55 ડેસીબલ, તેમજ શાંત વિસ્તારમાં 50 ડેસ્ટિબલ સાથે ડીજે વગાડવા માટે છૂટછાટ આપવામાં આવી છે. ઉપરોક્ત ગાઇડલાઇન અનુસાર જો ડીજે સંચાલકો દ્વારા નક્કી કરાયેલા ડિસેબલ કરતાં વધુ ડિસેબલ પર ડીજે વગાડશે તો પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું નોટિફિકેશનમાં બહાર પાડવામાં આવ્યું છે. સાથે સાથે દાહોદ જિલ્લા પોલીસે પોલીસ અધિકારીઓ ના નંબરો સાથેની યાદી પણ હવે સાર્વજનિક કરી દીધી છે જેમાં રાત્રિના દસ વાગ્યા બાદ સવારના 6:00 વાગ્યા દરમિયાન , તેમજ સવારના છ વાગ્યાથી રાત્રિના દસ વાગ્યા દરમિયાન નિયમ અને શરતોનું ભંગ બંધ કરી મોટા અવાજે નક્કી કરાયેલા ડિસેબલ કરતાં વધુ ડિસેબલ પર ડીજે વગાડતો હોય તો કોઈપણ વ્યક્તિ પોલીસ દ્વારા જાહેર કરાયેલા નંબરો ઉપર ફોન કરી ફરિયાદ કરી શકશે. જેમાં બીજે સામે ફરિયાદના 30 મિનિટના સમયગાળા દરમિયાન જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો તમામ તાલુકા મથકોમાં વિભાગીય પોલીસ અધિકારીના નંબરો પણ સાર્વજનિક કરવામાં આવ્યા છે જેમાં 30 મિનિટ બાદ ડીજે ઉપર કાર્યવાહી ન થાય તો વિભાગીય પોલીસ અધિકારીને સીદી ફરિયાદ કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે. એટલે હવે ડીજે સંચાલકો ઉપર ક્યાંક ને ક્યાંક લગામ કસાતી હોય તેવું જોવાઈ રહ્યું છે. મોટા અવાજે ડીજે વાગવાથી ધ્વનિ પ્રદુષણ સાથે લોકોના શ્વાસ ઉપર ગંભીર અસર પડતી હોવાનું સર્વેક્ષણમાં તારણ કાઢવામાં આવ્યું છે. જે બાદ રાજ્યના ગૃહ વિભાગ તેમજ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ડીજે સામે લાલ આંખ કરી નિયમો સાથેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. હવે કોઈપણ ડીજે સંચાલક નક્કી કરાયેલા નિયમોની વિરુદ્ધ જઈ જો ડીજે વગાડતો હોવાનું ધ્યાને આવશે તો તેના ડીજે નો સંસાધન જપ્ત કરવામાં આવશે સાથે સાથે તેના પર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે તેવું દાહોદ એસટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેના પગલે હવે આદિવાસી સમાજ બાદ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા પણ ડીજે ઉપર નિયંત્રણો લાદી દેતા ડીજે સંચાલકો સામે તવાઈ થઈ હોવાનું નરી આંખે દેખાઈ રહ્યું છે.